
ફ્લાઉ આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર થી ૩ માસ જેટલા સુકા ગાળાની જરૂરિયાત રહે છે. એટલે ચોમાસુ પુરુ થયા બાદ પિયતની જરૂરિયાત રહેતી નથી. કેરીનાં ફ્ળો વટાણા જેટલા કદના થાય ત્યારે પ્રથમ પાણી આપવુ જોઈએ. અને ત્યાર બાદ ર૦ થી રપ દિવસનાં અંતરે બે પિયત આપવા. કેસર વશી બદામી તોતાપુરી, રાજાપુરી જેવી જાતોને ૩ થી ૪ જેટલા પાણી જમીનના પ્રકાર પ્રમાણે આપી શકાય. આમ ર થી ૩ પિયત આપવાથી ફળો ખરતા અટકશે. ફળોનું કદ અને વજન વધશે તેમજ ગુણવત્તામાં સુધારો થશે. પરંતુ વધુ પડતા પિયતની સાથે વધુ પ્રમાણમાં નાઈટ્રોજન યુક્ત ખાતર આપવાથી ફફ્ળનું કદ અને વજન વધશે પરંતુ ફળની ગુણવતા અને ટકાઉશકિત પર માઠી અસર થશે ઉપરાંત રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ વધુ થઈ શકે છે.



























