
ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી એરિડ ટ્રોપિકસ ICRISAT 20-21 માર્ચ 2025 ના રોજ ભારતના પટ્ટાચેરુ હૈદરાબાદ ખાતે જુવારના વૈજ્ઞાનિકોના ક્ષેત્ર દિવસ માટે જુવારના ક્ષેત્રના અગ્રણી વૈશ્વિક નિષ્ણાતોને એકત્ર થયા , જેમાં આબોહવા-સ્માર્ટ અનાજને ભવિષ્યના પાકમાં પરિવર્તિત કરવા માટે અગ્રણી નવીનતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના છે દેશોના ૪૦થી વધુ પ્રતિનિધિઓ સાથે, જેમાં જાહેર સંશોધકો અને ખાનગી ક્ષેત્રના સંશોધનકારો હાજર રહ્યા હતા, આ કાર્યક્રમમાં વિશ્વભરના સૂકા પ્રદેશોમાં પોષણ, સ્થિતિ સ્થાપકતા અને ખેડૂતોની આવક વધારવા માટે હવે પછી કઈ ટેક્નિક દ્વારા વધુ પોષણક્ષમ અને સૂકા પ્રદેશોમાં પણ સારું ઉત્પાદન આપે તેવી જાતોનું નિદર્શન થયું. નવી તકનીકોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું.