
જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ (એન.એ.એ.), ૩-ઇન્ડોલ એસિટીક એસિડ (આઈ.એ.એ.), ૩-ઈન્ડોલ (બ્યુટારીક એસિડ (આઈ. બી.એ.), જીબ્રાલીન (GA3), સાયટોકાઇનીન જેવા કે ૬-બેન્ઝાઈલ એમીનો પ્યુરાઈન(બી.પી.એ.)અને કાઇનેટીન, ઈથીલીન અને એબ્સેસીક એસિડ (એ. બી.એ) વગેરે. સમાન્ય રીતે વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/ નિયંત્રક પર્દાથોનો વ્યવહારું ઉપયોગ કરવો જરૂરી છે.