
ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય નથી. ફળ તૈયાર થવાના સમયે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અથવા તો જમીનમાં બોરોન તત્વની ઊણપ હોય તો ફળની છાલ ફાટી જાય છે. આવા સંજોગોમાં કોઈ જંતુનાશકનો છંટકાવ ન કરતા નિયત કરેલ સમયે પિયત આપવું અને જમીનમાં બોરોન તત્વની ઊણપ નિવારવાની સલાહ આપવામાં આવે છે. પુખ્ત વયના ઝાડ દીઠ રપ૦ ગ્રામ બોરેક્ષ પાઉડર આપવાથી અથવા બોરીક એસિડ (૦.૫%)ના ર થી ૩ છંટકાવ ઝાડ પર કરવાથી બોરોનની ઉણપ નિવારી શકાય છે.