

ભૂકી છારાના નિયંત્રણ માટે વેટેબેલ સલ્ફર ૫૦ % વે.પાવડર ૩૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મી.લી. / ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ફુગથી થતા આ રોગમાં ડાળીઓ ઉપર કાળા ધાબા પડે છે. મોર સુકાઈ જાય છે. કેરી ઉપર ઘેરા બદામી અથવા કાળા રંગના પાણી પોચા ધાબા પડે છે અને કેરી સડી જાય છે. કાલવ્રણના નિયંત્રણ માટે કોપર ઓકિસકલોરાઈડ (૧૦ લીટર પાણીમાં ૩૦ ગ્રામ) અથવા કાર્બેન્ડેઝીમ (૧૦ લીટર પાણીમાં ૫ ગ્રામ) અથવા થાયોફેનેટ મિથાઈલ (૧૦ લીટર પાણીમાં ૫ ગ્રામ) નો આખુ ઝાડ ભીંજાઈ જાય તે રીતે છંટકાવ કરવાથી આ રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.



























