
પાયરી અને સુંદરી જેવી જાતો આફુસ કરતાં ૧૦- ૧ર દિવસ વહેલી તૈયાર થાય છે એટલે આ જાતના ફ્ળો એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી મે ના પહેલા અઠવાડિયામાં ઉતારી શકાય છે. આફુસ, કેસર, રાજાપુરી જેવી જાત મે માસના બીજા થી ચોથા અઠવાડિયામાં ઉતારવાલાયક બને છે. વશીબદામી, દાડમિયો, નિલ્ફાન્સા, આમ્રપાલી જેવી હાઈબ્રિડ જાતો જૂન માસમાં તૈયાર થાય છે. મકારામ, તોતાપુરી, નીલમ, અષાડિયો જેવી મોડી પાકતી જાતો જુલાઈ-ઓગષ્ટ સુધીમાં તૈયાર થાય છે. કેરી એ ૠતુ નિવૃતિવાળું ફળ છે. જે ઉતાયા પછી પકવી શકાય છે. અર્ધપરિપકવ ફળ પાકયા પછી યોગ્ય સ્વાદ અને ગુણવત્તાવાળા હોતા નથી. પરિપકવતાની કશાએ ફળો ઉતારવા જોઈએ. પરિપકવતાના ચિન્હો ૧. ખભા પર સાધારણ રંગ પેદા થાય છે અને બંને બાજુના ખભો ઉપસેલો હોય છે. ર. ફ્ળનું સેટીંગ થયા બાદ ૧૧૦-૧૪૦ દિવસમાં કેરી પરિપકવ થાય છે. ૩. ફળનું શાખ (ટપકાં) પડે ત્યારે. ૪. આછા લીલા રંગમાંથી ઘાટા લીલા રંગમાં ફેરફાર થાય છે. ૫. કેરીના ફળની છાલ પર સફેદ છારી પેદા થાય છે. ૬. વિશિષ્ટ ઘનતા ૧.૦૧ થી ૧.૦ર થાય ત્યારે ફ્ળોને ઝાડ પર થી ઉતારવા માટે વેડી નો ઉપયોગ કરવો જરૂરી છે. કોકણ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ભભનુતન વેડીભભ તૈયાર કરવામાં આવેલ છે. જેનાથી ડીચા સાથે ફળો ઉતારી શકાય છે ત્યારબાદ આ ફળો પ્લાસ્ટીક ક્રેટસમાં ગોઠવી છાંયડામાં રાખવા.



























