

જમીનની ફળદ્રુપતામાં સલ્ફરનો ફાળો મોટો છે. હાલ ગુજરાતની જમીનોમાં સલ્ફરની અછત જોવા મળેલ છે. તેથી તેનું મહત્ત્વ વિશેષ છે. આથી જમીનનું પૃથ્થકરણ કરવાથી જો સલ્ફરની અછત જમીનમાં હોય તો જમીનમાં સલ્ફર યુકત ખાતરો આપવાથી તેલીબિયાં વર્ગના પાકોમાં અને કઠોળ વર્ગના પાકોમાં ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. જમીનમાં સલ્ફરનું પ્રમાણ જળવાય રહે તે માટે સલ્ફરયુક્ત ખાતરો જેવા કે એમોનિયમ સલ્ફેટ, સિંગલ સુપર ફોસ્ફેટ, જીપ્સમ જેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ.

























