
પ્રોટેક્ટિવ ફાર્મિંગ એગ્રીટેક સ્ટાર્ટઅપ GROWiT ઇન્ડિયા
GROWiT ઇન્ડિયાએ GVFL વેન્ચર ફંડ દ્વારા $3 મિલિયનનું ફંડ પ્રાપ્ત થયું છે. એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ GROWiT ખેડૂતોને વધુ અસરકારક રીતે સેવા આપવા માટે તેના ટેકનોલોજી માળખાને મજબૂત કરશે.
GROWiT આફ્રિકા અને અન્ય ઉભરતા બજારોમાં નિકાસ વધારીને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે, જ્યારે નાના ખેડૂતો માટે સસ્તું અને સુલભ એવા ટકાઉ કૃષિ ઉકેલ આપશે.
GROWiT ના સ્થાપક અને CEO સૌરભ અગ્રવાલ કહે છે, “કૃષિ ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન એક મોટો પડકાર બની રહ્યું છે, તેથી ટેકનોલોજીની મદદથી સ્થિતિસ્થાપકતા બનાવવી જરૂરી છે. ભારતનો મોટાભાગનો ભાગ હજુ પણ કૃષિ પર નિર્ભર છે, પરંતુ આ ક્ષેત્ર હજુ પણ ટેકનોલોજીથી વંચિત છે GROWiT દ્વારા પ્રથમ પોકેટ-ફ્રેન્ડલી સોઇલ હેલ્થ ટેસ્ટિંગ ડિવાઇસ જેવા સસ્તા સાધનો ઉપલબ્ધ કરાવીને ઉત્પાદકતા સાથે ટકાઉ કૃષિ વિકસાવવા તરફ મદદ કરશે. કંપનીનો ઉદેશ્ય ખેડૂતોની ઉપજ વધારીને, ઇનપુટ ખર્ચ ઘટાડીને અને ટકાઉ ખેતી ચલાવીને કૃષિમાં પરિવર્તન લાવવાનો છે,
GROWiT દ્વારા સફળતા નવીન ટેકનોલોજી જે પ્રદેશોએ સંકલિત કરી છે તેઓ 40-60 ટકાની વચ્ચે ઉપજમાં સુધારો દર્શાવે છે અને કેટલાક કિસ્સાઓમાં 100 ટકા ઉપજમાં પણ વધારો જોવા મળ્યો છે. વધુ જાણકારી માટે ઈન્કવારી કાર્ડ નંબર ૫૫ ઉપર સર્કલ કરી અમને વોટ્સએપ કરો ૯૮૨૫૨૨૯૯૬૬ ઉપર.





















