

દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X ૩ મીટર, ૬ મીટર x ૪ મીટરના ગાળે અનુકૂળતા પ્રમાણે અંતર રાખી એકમ વિસ્તાર દીઠ વધુ સંખ્યામાં કલમો રોપી શકાય છે. સાંકળા ગાળે વાવેતર કરવામાં આવે ત્યારે રોપણી પછી કેળવણી અને છટણીની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો શરૂઆતના વર્ષોમાં કેળવણી પર ધ્યાન ન આપવામાં આવે તો પછીના વર્ષોમાં ઘણું આર્થિક નુકશાન વેઠવું પડે.



























