
આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો
• પૃથ્વીના વાતાવરણમાં અંગારવાયુનું (co2) પ્રમાણ વધવાને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ઘિ અને વિકાસ વધુ અને પાણીનું બાષ્પીભવન ઓછું જોવા મળશે. તેમ છતાં ઘઉંમાં દાણા ભરાવવાની અવસ્થાની અવધિમાં ઘટાડો જોવા મળશે. • હવામાનની અસામાન્ય ઘટનાઓ જેવી કે વિનાશક પુર, દુષ્કાળ, ચક્રવાતી વાવાઝોડા અને અતિશય ગરમ પવનોના કારણે કૃષિ પાકોની ઉત્પાદકતા ઘટતી જોવા મળશે. • સૂકી ખેતી વિસ્તારમાં વરસાદની તરેહ બદલાતા પાકને પાણીની ખેંચ વધતાં પાક ઉત્પાદન ઘટશે. • વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે ઉત્તર ભારતમાં રાયડો અને શાકભાજીના પાકોમાં ઉત્પાદન ઘટતું જોવા મળશે. • ફળપાકો, શાકભાજી, ચા, કોફી, સુગંધિત અને ઔષધીય પાકોની ગુણવત્તામાં ઘટાડો જોવા મળશે. • આઈપીસીસી રિપોર્ટ અનુસાર, જો તાપમાનમાં ૧૪ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થશે તો ભારતમાં ચોખાનું ઉત્પાદન ૧૦ થી ૩૦ ટકા, મકાઈનું ઉત્પાદન ૨૫ થી ૭૦ ટકા સુધી ઘટી શકે છે. રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનની સાથે જ એશિયામાં ખેતી અને ખાદ્યપદાર્થોને લગતા જોખમ અલગ અલગ પ્રભાવ સાથે ધીરે ધીરે વધશે.


























