
TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.
સેન્ટર ફોર પ્લાન્ટ પ્રોટેક્શન સ્ટડીઝ, TNAUના જણાવ્યા અનુસાર, ખેડૂતો મોટાભાગે વરસાદની ઋતુ દરમિયાન ટામેટાંના પાકમાં બેક્ટેરિયલ સુકાઈ જવાની સમશ્યા રહે છે. રીંગણાના મૂળ ઉપર ટામેટાની કલમ બનાવવાની આ નવી ગ્રાફ્ટિંગ ટેકનોલોજી અસરકારક ઉકેલ પૂરો પાડે છે. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયા નેમાટોડ્સ સામે પણ રક્ષણ આપે છે અને આ મૂળિયાને લીધે ટામેટાનો પાક પણ બમણો મળે છે





























