
ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારો આવે છે આ બને સુકારા વચ્ચે નો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે ચાલો જાણીયે આ બંને વચ્ચેનો તફાવત .પાછોતરો સુકારા માં પાન ઉપર અનિયમિત, પાણીપોચાં કાળા ફોલ્લીઓ પડે છે અને તે ઠંડા, ભીના હવામાનમાં ઝડપથી ફેલાય છે. જખમની આસપાસ આછા લીલા રંગના આભાસ જોવા મળે છે . પાંદડા, દાંડી અને ફળોને ગંભીર અસર કરે છે .આગતરો સુકારા માં કેન્દ્રિત રિંગ્સ સાથે નાના, ગોળાકાર ડાઘ પડે છે .ધીરે ફેલાય છે અને જૂના પાંદડા પર શરૂ થાય છે. ડાઘની આસપાસ પીળાશ દેખાય છે .ડાળી અને ફળ ઉપર ઘાટા જખમ દેખાય છે .




























