

મગનભાઈ હમીરભાઈ આહિર મુ. નિગાલ, તા. રાપર, જિ. કચ્છ-ભુજ મોબાઈલ . 9979319629 કહે છે કે મારો અનુભવ એવો છે કે જ મીનમાં સેન્દ્રિય કાર્બન વધારવાથી જમીન ફળદ્રુપ બને છે. આ માટે અમે પશુ બાંધવાના વાડામાં નીચે પાકુ તળિયું છે. તેમાં સૂકો કડબ, છાણ, મૂત્ર અને માટીનું મિશ્રણ મૂકી રાખીએ છીએ. પશુઓ અહીં છાણ-મૂત્ર કરે, સૂકો કચરો મૂત્રથી ભીંજાય તેની ઉપર અમે સમયાંતરે ડિકમ્પોઝરનો સ્પ્રે પણ કરીએ છીએ. દોઢ-બે મહિને આ વાડામાંથી તમામ કચરો ટ્રેક્ટરથી કાઢી બેડ બનાવી ફરી ડિકમ્પોઝર છાંટી સારુ સડેલું સેન્દ્રિય ખાતર બનાવીએ છીએ જેનો ઉપયોગ કરવાથી કોઈપણ પાકમાં ખુબ સારું પરિણામ મળે છે. આ રીતે કમ્પોસ્ટ ખાતર બનાવવું ખુબ સસ્તુ પડે છે. વળી સારુ સડેલું હોવાથી તેમાં નકામા નિંદામણ, ફંગસ કે સડયા વગરનો કચરો હોવાથી જમીનને અનુકૂળ છે. આવું દર વર્ષે અમે ૨૦૦ ટ્રેક્ટર ખાતર બનાવીએ છીએ,























