
લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે રીતે સૂકવણી કરવી. સૂકવણી વખતે હવાનું તાપમાન ૪૦° સે.થી ઓછુ રહેવું જોઈએ. બીજને સુકવણી કર્યા બાદ એલ્યુમિનિયમના વરખવાળા કાગળ અથવા ટીનનાં ડબ્બામાં પેક કરવા કે જેથી ભેજથી નુકશાન ન થાય ત્યારબાદ બીજને ૧૬° થી ર૦° સે. તાપમાનવાળા ગોડાઉનમાં સંગ્રહીત કરવા અને ભેજનો આંક ૪૦ % હોવો જોઈએ. ગરમ અને થોડા ભેજવાળા વાતાવરણમાં લસણનાં બીજને રાખવાથી બીજ ૧ વર્ષમાં નાશ પામે. લસણના બીજ ૩ થી ૪ વર્ષ સુધી રાખવા માટે બરાબર સીલ પેક કરી ગોડાઉનમાં મૂકવા જેથી બીજ અંકુરણને નુકશાન થતું નથી.

























