
મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા. ૪૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. ટ્રેપની લ્યૂર (સેપ્ટા) દર ૨૧ દિવસે બદલવી. કીટનાશકનો છંટકાવ કરતાં પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી 30 મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી 15 મિલિ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી 15 મિલિ અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી 8 મિલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી 6 મિલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૮ ઇસી 15 મિલિ અથવા ક્લોરપાયરીફોસ ૧૬% આલ્ફાસાયપરમેથ્રીન ૧% ઇસી 15 મિલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 15 મિલિ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% સાયપરમેથ્રીન ૫ ઇસી 15 મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.

























