
આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં
૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે દાણના ઘટકોની યોગ્ય પસંદગી કરવી. ૩. જમીનમાંથી થતા કાર્બનના ઉત્સર્જનને ઘટાડીને જમીનમાં સંગ્રહાય તે માટે જમીનમાં ભેજ તથા તાપમાનનું આદર્શ નિયમન કરવું. ૪. જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ઘિ માટેના સમુચિત ઉપાયો યોજવા. ૫. જમીનમાં ખેડની સંખ્યા ઘટાડવી. ૬. અગાઉના પાકના અવશેષોને જમીનમાં દબાવવા. ૭. વિવિધ પ્રકારના આવરણનો ઉપયોગ કરવો.
























