
આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આપવામાં આવેલા નિયમો નીચે મુજબ છેઃ
• ભારતમાં વેચાતા દરેક ડ્રોન પાસે ઓળખ નંબર હોવો આવશ્યક છે.
• ડ્રોન ચલાવતી દરેક વ્યકિત પાસે ઉડાડવવાની પરમિટ હોવી આવશ્યક છે.
• ગ્રાઉન્ડ લેવલથી ૨૦૦ ફૂટ નીચે ડ્રોન ઉડાડવા માટે સ્થાનિક વહીવટીતંત્રની પરવાનગી જરૂરી છે.
• જો ડ્રોનની ઉડાન ૨૦૦ ફૂટથી ઉપર હોય તો DGCAની પરવાનગી જરૂરી છે.
• કોઈપણ ડ્રોન માટે રીમોટ પાઈલટની ઓછામાં ઓછી ૧૮ વર્ષ ઉપરની હોવી જોઈએ.
ડ્રોન આધારિત જંતુનાશકોના ઉપયોગ માટે સાવચેતીઓ છંટકાવ કરતા પહેલાઃ
• સલામત જંતુનાશકોના ઉપયોગ માટે પ્રશિક્ષિત પાઇલોટ હોવો જોઈએ.
• ડ્રોન સ્પ્રિંકલર સિસ્ટમમાં કોઈ લીક છે કે નહિ તે તપસાવુ.
• ટેક-ઓફ, લેન્ડિંગ અને ટાંકીમાં મિશ્રણ કામગીરી માટે સ્થાનની પુષ્ટિ કરવી જરૂરી છે.
• છંટકાવની કામગીરી માટે ચિફ્ક્તિ થયેલ વિસ્તારમાં પ્રાણીઓ અને લોકોના પ્રવેશને અટકાવવા જરૂરી છે.


























