
[1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી ને ચળકતી થઇ જાય. [3] અવાજમાં બદલાવ =તરબુચકે ટેટી જેવાને આંગળીનો ટકોરો મારતા અંદરથી ઉઠતો નક્કર અવાજ [4] સ્પર્શ કરવાથી અનુભૂતિ થાય: .જામફળ, પપૈયાને હાથના-હથેળી કે અંગુઠાનું દબાણ આપી,સહેજ દબાવતાં ફળ અંદરની બાજું દબાતું હોય તેવું લાગે. ચીકુની ઉપર હાથ ફેરવતા રેતી જેવું હાથમાં ખુંચે-પૂંછડી પરનો કાંટો સહેજ અડકતાં ખરી પડે [5] “શાખ” પડે : કોઇ ફળ પાકીને આપમેળે નીચે ખરી પડે તેને શાખ પડી કહેવાય.જે આંબા પરથી શાખ પડે તે આંબાની હવે મોટા ભાગની કેરીઓ વેડી લીધી હોય તો તે પૂરેપૂરી પાકી જતી હોય છે [6] પંખીઓ દ્વારા થતી હરફરના નિરીક્ષણ પરથી= આપણે પંખીઓની હરકત અને તેની ફળોની શોધ વિષે અભ્યાસ કરતા રહીએ તો પણ ફળો પાકવાની વેળાનો ખ્યાલ મેળવી શકતા હોઇએ છીએ. સવાલ હોય છે માત્ર દ્રષ્ટિ પૂર્વકની નજર કરવાનો !


























