
જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આ૫વાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે તેમજ પાણી અને પોષક તત્વોની અછત હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટેનું ૧૯-૧૯-૧૯ ખાતર 100 ગ્રામ માઈક્રોમિક્સ્ચર ગ્રેડ-૪ 45 ગ્રામ એક પંપમાં નાખી ૧૦ દિવસ ના અંતરે ૩ છંટકાવ કરવા. પોટેશિયમ નાઈટ્રેટ ૨ % નું દ્રાવણ છાંટવાથી અથવા યુરીયાનું ૧% નું દ્રાવણ છોડના થડ ફરતે રેડવાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે.

























