
લક્ષણો : સાકરીયો એ કોઈ રોગ નથી પરંતુ છોડની
દેહધાર્મિક વિકૃતિ છે. ફૂલમાંથી મધ જેવું પ્રવાહી નીકળે છે કે જેના લીધે ફ્લીનીકરણ અને બીજ બંધારણમાં અસર પડે છે. આવી વિકૃતિ ખૂબજ ફળદ્રુપ જમીનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વધારે પડતા ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં આ પ્રશ્ન સામાન્ય છે. ફૂલમાંથી નીકળેલા મધ જેવા પ્રવાહી ઉપર મોલ્ડ અને બહારની ફૂગનો વિકાસ શરુ થાય છે. છોડ કાળો થઈ જાય છે. આના કારણે દાણાના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર વિપરીત અસર પડે છે.
નિયંત્રણ
ભલામણ કરતાં વધુ પડતા પિયત અને નાઈટ્રોજન- યુકત ખાતરોનો વપરાશ ટાળવો અને વરીયાળી પાકને ડિસેમ્બર-જાન્યુઆરીમાં પિયત સમજપૂર્વક આપવું.



























