
તરબૂચ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાવવામાં આવે છે પરંતુ તેના બદલે નવેમ્બર-ડિસેમ્બર માસમાં તરબૂચના બીજ પોલીથીન કોથળીમાં વાવી પોલીટનલમાં એક માસ ઉછેરી જાન્યુઆરીમાં ઠંડી ઓછી થાય કે તરત જ જમીનમાં તૈયાર કરેલ છોડ રોપી તરબૂચનો પાક ૩૦ થી ૪૦ દિવસ વહેલો મેળવી શકાય જેથી બજાર ભાવ સારા મળે. તરબૂચ અને શક્કરટેટીનો બજારમાં મળતી પ્લગટ્રેમાં પણ ધરું ઉછેર કરી વાવણી માટે ઉપયોગમાં લઈ શકાય.



























