
દરેક ઉપયોગી ફૂગ કે જેને આપણે કીટક નિયંત્રણ માટે વાપરીએ છીએ તૈની કામ કરવાની અને વિકસવાની રીત લગભગ સરખી છે પણ તે જેને ટાર્ગેટ બનાવે છે તે જીવાત અલગ હોય છે. મેટારીઝીયમ એ તેના દેહધાર્મિક ક્રિયા વખતે ડેસ્ટ્રક્સીન (Destruxin) નામનું ઝેરીતત્ત્વ પેદા કરે છે. આ જીવાતની ચામડીના કાયટીનને તોડવાનું કામ કરે છે. આ જીવાતથી અસરથી મરેલી જીવાત ઉપર લીલાશ પડતાં રંગની ફૂગ જોવા મળે છે. તે ૩૦૦થી વધુ જીવાત ઉપર પરજીવીકરણ કરે છે. તે ચૂસિયા જીવાત જેવી કે પાયરીલા, બદામી ચુસિયા, મીલીબગ ઉપરાંત જમીનમાં રહોને નકસાન કરતી જીવતોમાં ધેણ, ઉધઈ, થડ કાપતી ઈયળો ગેંડા કીટક વગેરેમાં તે ખૂબ ઝડપ થી ફેલાયને નિયંત્રણ કરે છે. તે બજારમાં મેટાસોફ્ટના નામથી ઉપલબ્ધ છે

























