
નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે ૧૫-૨૫ નવેમ્બર દરમિયાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે. રાજ્યમાં પ્રવર્તમાન શિયાળાનો મહત્તમ લાભ ઉઠાવી, મહત્તમ ઘઉં ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી માટેનો આ શ્રેષ્ઠ સમયગાળો છે. આ સમયે રાત્રિ અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન ૨૦ થી ૨૫ સે.ની આસપાસ હોય છે. જે ઘઉંના છોડના ઉગાવા માટે ખૂબ જ અનુકૂળ છે. આ ઉપરાંત આ સમયે વાવેતર કરવાથી ફૂટ આ અને દાણા ભરાવા સમયે ઉષ્ણતામાન નીચું રહેતું હોવાથી પાકની વૃદ્ધિ સારી થાય છે અને મહત્તમ ઉત્પાદન મળે છે.






















