
આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે. વિશ્વને હજુ ક્લાઈમેટ સામે લડે તેવી જરૂરિયાતને ધ્યાનમાં લઈને બેલ્જિયમની રેઈનબો ક્રોપ નામની કંપનીએ આબોહવા પરિવર્તન (Climate Change) સામે ટકી શકે તેવા અને વધુ ઉત્પાદન આપતા બિયારણો વિકસાવવાનું જબરું સંશોધન કરે છે. જીનોમ એડિટિંગ અને અત્યંત આધુનિક બ્રીડિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાકના જનીનોમાં એવો સુધારો કરે છે જેથી નાના ખેડૂતો માટે ક્લાઈમેટ ચૅન્જ સામે નવી જાતો મળે, આ કંપનીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી $7 મિલિયન ડોલર ( 66.43 કરોડ રૂપિયા )ની ગ્રાન્ટ મળી છે . રેઈનબો ક્રોપ મકાઈ, ચોખા અને જુવાર જેવા મુખ્ય પાકો પર સંશોધન કરે છે. મિત્રો ખેતીના સંશોધનો ચાલુ છે ખેતી ટકવાની છે.






















