
૨૯-૩૦ મે 2026 દરમિયાન મુંબઈમાં આયોજિત ‘ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬’ ‘ ભારતીય ફળ ઉત્પાદક ખેડૂતો અને રિટેલરો માટે નવી દિશા લઈને આવ્યું . રિલાયન્સ રિટેલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અવિનાશ જોશીએ કહ્યું કે ભારતીય ગ્રાહકો અને રીટેલર્સનો તાજા ફળ-શાકભાજી પ્રત્યેનો અભિગમ હવે બદલાઈ રહ્યો છે. “ભારતીય ગ્રાહકો માત્ર સસ્તું શોધનારા નથી, તેઓ ગુણવત્તા અને યોગ્ય મૂલ્ય આપનારા બન્યા છે.” આ વાતના પુરાવા તરીકે તેમણે બ્લુબેરી અને એવોકાડો જેવી કેટેગરીમાં થયેલા ૫ થી ૬ ગણા ગ્રોથ તરફ ઈશારો કર્યો હતો.
























