
આપણને ખબર છે કે ખુલ્લા ખેતરમાં મજૂરો એક હરોળથી બીજી હરોળમાં સતત ફરતા હોય છે, જે વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ બને તો ખરી મુશ્કેલી આવી શકે. આપણે સાધનોનો પણ સહિયારો ઉપયોગ કરીયે છીએ ત્યારે આપણા ટ્રેક્ટર, હળ, અને કાપણીના સાધનો વગેરે જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે, તો તે એક ખેતરમાંથી બીજા ખેતરમાં રોગ આવા નવા રોગો ફેલાવી શકે છે.
























