સફળવાર્તા : મશરૂમની ખેતીમાં સફળ ઉધોગ સાહસિક શ્રીમતી અંજનાબેન ગામીત

મૂળભૂત રીતે અંજનાબેન ખેડૂતપુત્રી છે અને ખેતીમાં પણ રસ ધરાવે છે. તેમણી પાસે ૬ વિઘા જમીન છે. ખેતીમાં રસ ઉત્પન્ન થતાં તેઓએ બાંધકામ વ્યવસાય સાથે ખેતીમાં પણ જોડાયા. અંજનાબેન અત્યંત પ્રતિભાશાળી, મહેનતુ અને કુશળ મહિલા છે અને હંમેશા પોતાના બળ પર કંઈક નવું કરવા ઈચ્છે છે અને તે માટે પોતાની કુશળતાને ઓળખી બાંધકામ તેમજ ખેતીના વ્યવસાય સાથે એક સ્વતંત્ર વ્યવસાયને અપનાવવા માંગે છે.