જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય છે. પરિણામે પાક ઉત્પાદન વધે છે. છાણિયા ખાતરની અછત અને ખોળ જેવા આર્થિક રીતે મોંઘા ખાતરના પર્યાયરૂપે લીલો પડવાશ એક સસ્તો સ્ત્રોત છે જે ખેડુતો સહેલાઈથી અપનાવી શકે છે. લીલો પડવાશ એટલે શું? એવા પાકો કે જે (ખાસ કરીને કઠોળર્ગના પાક) સહેલાઈથી જમીન ઉપર ઉગાડી કૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને “લીલો પડવાશ‘ કહે છે. લીલા પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક લુઝલુમીઝે આપેલો. લીલો પડવાશની રીતો લીલો પડવાશના પાકો વિવિધ લીલા પડવાશના પાકો દ્વારા લીલા માવાનું ઉત્પાદન અને નાઈટ્રોજનનો ઉમેરો ક્રમ પાક બિયારણનો દર (કિગ્રા/હે.) લીલો જથ્થો (ટન/હે./વર્ષ) જમીનમાં ઉમેરાતો