
ધાણામાં બીજનો દર અને માવજત, વાવણીનો સમય અને અંતર
એક હેકટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યારબાદ છાંયામાં સૂકવીને વાવણી કરવાથી ઉગાવો સારો અને ઝડપી થાય છે. જમીનજન્ય અને બીજજન્ય



