ફણગાવેલ મગનો ચાટઃ સામગ્રીઃ આખા મગ ૧૦૦ ગ્રામ, બટાટા ૧ નંગ, ટામેટા ૧ નંગ, લીંબુનો રસ પ મિ.લિ., ઘી ૧૦ ગ્રામ, મીઠુ સ્વાદપ્રમાણે. રીતઃ પલાળેલા મગને ભીના કપડામાં ૨૪ કલાક માટે ફણગાવવા માટે બાંધી દો. ફણગાવેલા મગને પ મિનિટ માટે વરાળથી બાફો. બાફેલા બટાટા અને ટામેટાના નાના કટકા કરો . બાફેલા ફણગાવેલ કઠોળને ઘીમાં પ મિનિટ માટે સાંતળો. બટાટાના કટકા અને મીઠુ નાખી ગેસ ઉપરથી ઉતારી લો. લીંબુનો રસ નાખી તેના પર લીલા ધાણા અને ટામેટા ભભરાવી શણગારો.