aries agro

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી છે. કીટકના નિયંત્રણ માટેની અનેક રીતો પૈકી મુખ્ય અને પ્રચલિત રીત એ રાસાયણિક કીટનાશકના ઉપયોગથી કીટ નિયંત્રણ કરવું તે છે. આવા કીટકોને મારવા, ઓછા કરવા કે દૂર રાખવા માટે વપરાતા રસાયણને કીટનાશક કહેવામાં આવે છે. કીટકોના નાશ માટે વપરાતા કીટનાશકો પૈકી કેટલાક સ્પર્શશ્ન તરીકે ઓળખાય છે, જયારે કેટલાક પાચનતંત્રને અસર કરે છે. પાચનતંત્રને અસર કરતા કીટનાશકોનો ઉપયોગ ચાવીને ખાનાર મુખાંગવાળા કીટકોના નાશ માટે પાકમાં તેમની હાજરી હોય ત્યારે તેમજ તે અગાઉ પણ થઇ શકે છે. જયારે સ્પર્શષ્મ રસાયણનો ઉપયોગ કીટકોની હાજરી પાકમાં હોય ત્યારે તેના સંપર્કમાં આવવાથી થઇ શકે છે.

(ક) કીટનાશકો જીવાતના શરીરમાં કઇ રીતે દાખલ થાય છે તેના આધારે વર્ગીકરણ :
કીટનાશકોની કીટકોમાં કેવી રીતે રસાયણની અસર થાય છે તે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલ છે.
(૧) પાચનતંત્રને નુકસાનકારક

  • આ પ્રકારના રસાયણો ખોરાક સાથે ભળી કીટકના જઠરની અંદર જતાં ઝેરી અસર ઊભી કરે છે. આવા રસાયણ વનસ્પતિ તેમજ પ્રાણી ઉપર એવી રીતે છાંટવામાં આવે છે કે, જેથી તેની ઉપર નભતું કીટક તેને રસાયણ સાથે જ ખાઇ શકે તેમજ કીટકોને આકર્ષિ શકે એવા બીજા પદાર્થો સાથે ભેળવીને પણ આપવામાં આવે છે.
  • આવા રસાયણોની અસર બાહ્યભાગ કાપીને તેમજ ચાવીને ખાનાર મુખાંગો ધરાવતા કીટકો જેવા કે જીંડવાની ઇયળ, કાતરા, ગાભમારાની ઇયળ, તીતીઘોડા વગેરે પર જોવા મળે છે. દા.ત. કલોરપાયરિફોસ, ક્વિનાલફોસ, એન.પી.વી., બેસીલસ થરીન્જીન્સીસ વગેરે.
  • આ પ્રકારના રસાયણો કીટકના અવર જવરના રસ્તે વેરવાથી કીટકના પગ કે શ્રુંગિકાને ચોંટે છે જેથી કીટક જયારે મુખાંગથી અંગ સાફ કરે ત્યારે કીટકના શરીરમાં મુખાંગ વાટે જાય છે.
  • કેટલાક પદાર્થોને જંતુનાશક રસાયણના મિશ્રણમાં બોળવાથી તેના ઉપર રસાયણના કણો ચોંટી જાય છે જે કીટકના ખાવામાં આવે ત્યારે મુખાંગ વાટે જઠરમાં જાય છે.

(૨) સ્પર્શધ્ન

  • આ પ્રકારના રસાયણો કીટકના શરીરના બાહ્યચર્મ, સાંધાની પાતળી ત્વચા, શ્વસનરંદ્રો તેમજ પગના અગ્રભાગ જેવા ભાગોમાંથી દાખલ થાય છે અને તેની ઝેરી અસર કીટક પર થતા કીટકો મરી જાય છે તેને સ્પર્શધ્ન રસાયણ કહેવામાં આવે છે.
  • રસ ચૂસનાર મુખાંગ ધરાવતા કીટકો જયારે વનસ્પતિમાંથી રસ ચૂસીને ખોરાક લેતા હોય ત્યારે પાચનતંત્રને નુકસાન કરતા રસાયણ ઉપયોગી થતા નથી આવા સમયે જો સ્પર્શષ્મ રસાયણ વનસ્પતિ પર છાંટેલા હોય તો તે રસાયણ કીટકોના શરીરને ચોટે ત્યારે તેની ઝેરી અસર કીટકો પર થતી હોય છે. 
  • આવા રસાયણ ચાવીને ખાનારા કીટકોનું પણ નિયંત્રણ કરે છે.
  • આ પ્રકારના રસાયણ કીટકો ખોરાક લેતા હોય તેવી જગ્યાએ તેમજ તેઓની અવરજવર વધારે હોય તેવી જગ્યાએ છાંટવા હિતાવહ છે.
  • આવા રસાયણ કોઇપણ પ્રકારના કીટકો તેમજ તેઓની કોઇપણ અવસ્થા માટે અસરકારક હોય છે.
  • દા.ત. એસીફેટ, સાયપરમેથ્રીન, બીટા સાયફલૂથીન, ડેલ્ટામેથ્રીન, બાયફેન્ચીન વગેરે.
જીવાતના ચેતાતંત્ર પર અવળી અસર ઉપજાવી નાશ કરે છે

(૩) ધૂમકર :

  • આ પ્રકારના રસાયણો સામાન્ય તાપમાને વાયુ રૂપમાં ફેરવાઈને કીટકોના શરીરમાં દાખલ થઈ તેઓને મારી નાખે છે, જેથી તેને ધૂમકર કહેવામાં આવે છે.
  • આવા વિષ બધા જ પ્રકારના કીટકો માટે તેમજ તેઓની બધી જ અવસ્થા (ઇંડાં, ઇયળ, કોશેટો અને પુખ્ત) માટે અસરકારક જોવા મળે છે.
  • આવા વિષ ખાસ કરીને સંગ્રહેલા અનાજની જીવાતના નિયંત્રણ માટે વપરાતા હોય છે અને હવાચુસ્ત સ્થિતિમાં જ તેનો ઉપયોગ કરવો હિતાવહ છે તથા અનાજના વપરાશ પહેલાં જરૂરી સલામત સમયગાળો રાખવો હિતાવહ છે. આ ઉપરાંત, ગ્રીનહાઉસ કે બહારના દેશમાંથી મંગાવેલા છોડ કે બિયારણને લગતા કીટકોના નિયંત્રણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • દા.ત. મિથાઇલ બ્રોમાઇડ અને એલ્યુમિનીયમ ફોસ્ફાઇડ એલ્યુમિનીયમ ફોસ્ફાઇડ ટેબલેટ
એલ્યુમિનીયમ ફોસ્ફાઇડ ટેબલેટ

(૪) શોષક :

  • બજારમાં દાણાદાર અને પ્રવાહી એમ બંને સ્વરૂપે શોષક પ્રકારની કીટનાશકો મળે છે. 
  • દાણાદાર પ્રકારના કીટનાશકો મૂળ દ્વારા શોષાઇને છોડની ટોચ સુધી પ્રસરી જાય છે, જયારે છોડ ઉપર છાંટેલ પ્રવાહી પાંદડામાં શોષાઇને છોડના દરેક ભાગમાં પ્રસરી જાય છે.
  • આવા કીટનાશકો જીવાતનું કુદરતી નિયંત્રણ કરતા પરજીવી, પરભક્ષી તથા પરાગનયન કરતા કીટકોને નુકસાન કરતા નથી.
  • દા.ત.મોનોક્રોટોફોસ, ઇમિડાકલોપ્રીડ, ફલોનિકામીડ, ડાયમિથોએટ, થાયોમેથોકઝામ, ટોલ્ફનપાયરાડ, એફીડોપાયરોપેન વગેરે.
આ પ્રકારના રસાયણો પાકના મૂળ તથા પાન દ્વારા શોષાઈને આખા છોડમાં પ્રસરી જાય છે. મોનોક્રોટોફસનો વપરાશ શાકભાજી પાકોમાં પ્રતિબંધિત છે.

(૫) જીવાત વૃદ્ધિ અવરોધકો :

  •  આ પ્રકારના વૃદ્ધિ અવરોધકો જીવાતોને નિયંત્રણમાં રાખવા વપરાય છે.
  • આવા વૃદ્ધિ અવરોધકો જીવાતના શરીરમાં જતા જ તેની વૃદ્ધિ અવરોધાય છે.
  • કીટકોની વૃદ્ધિ તેઓના શરીરનું આવરણ (કાંચળી) ઉતારીને થાય છે, પરંતુ આવા વૃદ્ધિ અવરોધકોની અસરથી તે તેના શરીરનું આવરણ (કાંચળી) ઉતારી શકતા નથી જેથી વૃદ્ધિ અવરોધાય છે. 
  • જુદા-જુદા અવરોધકો પ્રવાહી સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
  • દા.ત. બુપ્રોફેઝીન, નોવાક્યૂરોન અને લ્યુફેન્યુરોન

જીવાત વૃદ્ધિ અવરોધક અવરોધકો જીવાતની બધી જ અવસ્થાઓને નુકસાન કરી નાશ કરે છે.

 (૬) સૂક્ષ્મ જીવાણુઓ આધારિત જૈવિક કીટનાશકો.

  • આ પ્રકારના કીટનાશકો મુખ્યત્વે ફૂગ, બેકટેરિયા તથા વિષાણુમાંથી બનાવવામાં આવે છે. 
  • જૈવિક કીટનાશકો જીવાતના શરીરમાં જતા જ તેના ઉપર વિપરીત અસર કરે છે અને વૃદ્ધિ અવરોધાતા જીવાતનું મૃત્યુ થાય છે. 
  • ફૂગ અને બેકટેરિયા કીટકના શરીરમાં દાખલ થઈ તેઓના શરીરમાંજ પરજીવી તરીકે વસવાટ કરે છે અને તેમાંથી જ પોષણ મેળવે છે, જયારે વિષાણુ શરીરમાં દાખલ થઇ કીટકના કોષોમાં લકવો કરે છે.
  • આ પ્રકારના નિયંત્રકો પાઉડર તથા પ્રવાહી એમ બંને સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
  • દા.ત. બીવેરીયા બેઝીયાના, લેકાનીસીલીયમ લકાની, નોમૂરિયા રીલે, મેટારીઝીયમ એનીસોપ્લી, એન.પી.વી., અને બેસીલસ થરીન્જન્સીસ વગેરે.

(ખ) કીટનાશકોની કાર્ય પદ્ધતિના આધારે વર્ગીકરણ
(૧) શારીરિક તેમજ ભૌતિક : આ પ્રકારના રસાયણ કીટકને શારીરિક તેમજ ભૌતિક અસર ઉપજાવી મારી નાખી તેની વસ્તીમાં ઘટાડો કરે છે. જેવા કે, ભારે તેલ, ટાર ઓઇલ, રાખ અને ચારકોલ, જે, કીટકના શરીરમાંથી ભેજ શોષી લે છે જેના કારણે કીટકનું મૃત્યુ થાય છે.
(૨) જીવરસને નુકસાનકારક : આ પ્રકારના રસાયણ  કીટકના મધ્ય આંતરડામાં રહેલા અંદરના કોષોમાં રહેલા જીવદ્રવ્યો (પ્રોટીન) નો નાશ કરીને મારી નાખે છે. કીટકના પાચનતંત્રની અંદરની દિવાલમાં રહેલ પ્રોટીન ગંઠાઈ જતા કીટકો મૃત્યુ પામે છે. જેમાં પીળો ફોસ્ફરસ અને હાઇડ્રોજન ફલોરાઇડનો સમાવેશ થાય છે.
(૩) શ્વસનતંત્રને નુકસાનકારક : આ પ્રકારના રસાયણ કીટકોના કોષીય શ્વસનને બંધ કરી દે છે અને શ્વસન ઉન્સેચકોને નિષ્ક્રિય બનાવી દે છે.
દા.ત. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ અને – મિથાઇલ બ્રોમાઇડ
(૪) ચેતાતંત્રને નુકસાનકારક : આ પ્રકારના રસાયણ કીટકોના ચેતાતંત્રમાં ખલેલ પહોચાડી તેને અસાધારણ વર્તન કરવા દોરી જાય છે. જેના કારણે કીટકનું મૃત્યુ થાય છે. દા.ત. મેલાથીયોન, ડાયમિથોએટ, પેરાથીયોન વગેરે 

(૫) અનુકર્ષણ પદાર્થો : જે રાસાયણિક પદાર્થો અલ્પ પ્રમાણમાં વાયુરૂપમાં ફેરવાઇને આજુબાજુના વિસ્તારમાંથી વિજાતીય જાતિના કીટકોને પોતાના તરફ આકર્ષે છે તેને અનુકર્ષણ પદાર્થો કહેવામાં આવે છે. આવા પદાર્થો જાતિય કર્મ તથા ઇંડાં મૂકવા માટે આકર્ષણનું કામ કરે છે. દા.ત. મિથાઇલ યુજીનોલ નામનો પદાર્થ આંબાની ફળમાખીને અને કયૂલ્યુ વેલાવાળા શાકભાજીની ફળમાખીને આકર્ષિત કરે છે. 

(૬) પ્રતિકર્ષણ પદાર્થો : જે તે પદાર્થોની વિપરિત વાસ તથા સ્વાદના કારણથી કીટકો તેનાથી દૂર રહે છે. આવા પદાર્થો શરીર પર કે – કપડાં ઉપર લગાવી શકાય છે. દા.ત. લીમડાનું તેલ તથા સિટોનેલા ઘાસનું તેલ 

(૭) અપાકર્ષણ પદાર્થો ; આવા પદાર્થના સંપર્કથી કીટકોની સ્પર્શ અને ગંધ પારખવાની શકિત નાશ પામે છે. તેથી કીટક પોતાના ખોરાકને પારખી શકતું નથી, પરિણામે કીટક ખોરાક પર બેઠું હોય તેમ છતાં ભૂખ્યું છે કે રહી મરી જાય છે. દા.ત. લીંબોળીની મીજ અને તેના પાનમાં આ ગુણધર્મ રહેલો હોય છે.

(ઘ) કીટનાશકોના રસાયણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ :
(અ) અકાર્બનિક કીટનાશકો:
અકાર્બનિક કીટનાશકો ખાસ પ્રકારની કીટનાશક લાક્ષણિકતા ધરાવે છે જેને આર્સેનિક, ફલોરાઇડ અને અન્ય અકાર્બનિક સંયોજનમાં વિભાજીત કરવામાં આવે છે.
(૧) આર્સેનિક: ચાવીને ખાનાર મુંખા ગોવાળા કીટકો માટે ઉપયોગી છે, જે પાચનતંત્રના રસાયણ તરીકે ઓળખાય IRSENIC OIBONA
(૨) કેલ્શિયમ આર્સેનેટ : આ સફેદ પાઉડર છે, જે પાચનતંત્રના રસાયણ તરીકે કામ કરે છે. 

(૩) ફલોરાઇડ : જેવા કે સોડિયમ ફલોરાઇડ અને સોડિયમ ફલૂએલ્યુમીનેટ.
(૪) અન્ય અકાર્બનિક સંયોજનો: જેવા કે ગંધક, તે આઠ પગવાળી કથીરી માટે તેમજ ફૂગનાશક તરીકે ઉપયોગી છે. તે ભીજવી શકાય તેવા પાઉડરના રૂપમાં મળે છે. 

(૫) ઝિંક ફોસ્ફાઇડ : આ ભૂખરા રંગનો પાઉડર છે અને તેની લસણ જેવી વાસ હોય છે. જે ઉંદરને મારવા માટે ઉપયોગી છે. 

(બ) કાર્બનિક કીટનાશકો
આ જૂથના કીટનાશકોને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવે છે.
(૧) હાઇડ્રોકાર્બન તેલ : ખનિજ તેલ અને ડામર તેલ
(૨) પ્રાણી આધારિત સંયોજન : કાર્ટોપ હાઇડ્રોક્લોરાઇડ જે પાણીની જળમાંથી મેળવવામાં આવે છે. તે પાઉડર, દ્રાવ્ય પાઉડર તેમજ દાણાદાર રૂપમાં મળે છે. જે ડાંગરની ગાભમારાની ઇયળ, પાન ખાનાર ઇયળો તેમજ કોબીજના હીરાજીંદાના નિયંત્રણ માટે અસરકારક છે. 

(૩) વનસ્પતિ આધારિત સંયોજન : પાયશ્રીન, એલેશ્રીન, નિકોટીન, રોટેનોન, જાસમોલિન. આ બધા વિષ જુદી જુદી વનસ્પતિ જેવી કે સેવંતી, તમાકુ, લીમડો વગેરેમાંથી બનાવવામાં આવે છે. જે જૈવિક નિયંત્રકો માટે હાનિકારક નથી તેમજ સસ્તાં અને નરમ શરીર ધરાવતા કીટકો માટે ખૂબ જ અસરકારક હોય છે. 

(૪) સંયુકત કાર્બનીક પદાર્થો : આ કીટનાશકોને અલગ અલગ વર્ગમાં વિભાજીત કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

  • કાર્લામેટ: કાર્બોસલ્ફાન, કાર્બોફ્યુરાન, ફેનોબ્યુકાર્બ, થાયોડીકાર્બ, મિથોમાઇલ, ઇથોફેનકાબૂ
  • ઓર્ગેનીકલોરિનઃ ડાયકોફોલ 
  • ઓર્ગેનોફોસ્ફટ : મોનોક્રોટોફોસ, ક્વિનાલફોસ, મેલાથીયોન, ડાયમિથોએટ, કલોરપાયરિફોસ, ડાયક્લોરવોસ, એસીફેટ, પ્રોફેનોફોસ
  • સિન્થટીક પાયરેથ્રોઈડ સાયપરમેથ્રીન, ડેલ્ટામેથ્રીન, સાયફલુથીન, ફેનવાલરેટ, લેમડા સાયલોગ્રીન, આલ્ફામગ્રીન, બીટા-સાયફલૂથીન, બાયફેન્ચીન 
  • નિઓનિકોટીનોઇડ : ઇમિડાક્લોપ્રિડ, થાયોમેથોકઝામ, એસિટામીમીડ, થાયાક્લોપ્રિડ, ક્લોથિયાની ડીન, ડાયનોટોફયુરાન 
  • થાયોયુરીયાઃ ડાયફેયૂરોન
  • પાયરીડાઇલઃ ફલોનિકામીડ
  • ઓકિઝડાયઝીનઃ ઇન્ડોકઝાકાર્બ
  • પાયરાઝોલ ક્લોફેનપાયર, ફેનપાયરોક્ષીમેટ
  • ફીનાઇલ પાયરાઝીલ: ફિપ્રોનીલ, ઇથીપ્રોલ 
  • નોન-એસ્ટર પાયરેથ્રોઇડ ઇથોફેનપ્રોક્ષ
  • બેન્ઝીન ડાયકાર્બોલીમાઇડ ફલૂબેન્ડીયામાઇડ 
  • એન્થનીલેમાઇડ : ક્લોરાન્દ્રાનિલિપ્રોલ,સાયાન્દ્રાનિલિપ્રોલ 
  • કેટોનીલ : સ્પાઇરોમેસીફેન
  • કલોરિનેટેડ હાઈડ્રોકાર્બન ગૃપના કીટનાશકો : જેવા કે ડીડીટી બીએચસી પાઉડર માંસપેશીઓમાં સંગ્રહ થઇ એક જીવમાંથી બીજા જીવોમાં પસાર થઇ છેલ્લે માનવજાતની ચરબીમાં જમા થતા હોવાથી આરોગ્ય માટે જોખમરૂપ છે, જેથી ખેતીપાકોમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકાયેલ છે.
  • ઓર્ગેનોફોસ્ફટ જૂથની જંતુનાશકો માનવજાત માટે પણ ખૂબ જ હાનિકારક છે, જેથી જંતુનાશકનો છંટકાવ કરનાર વ્યક્તિએ જંતુનાશકોની ઝેરી અસર ન થાય તે માટે વિશેષ સાવધાનીની જરૂર પડે છે.
  • સિક્વેટિક પાયરેથ્રોઇડ જૂથની દવાઓ ઇયળોના નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક છે. પરંતુ લાંબા સમય સુધી આ જૂથની કીટનાશકનો છંટકાવ કરવામાં આવે તો ચૂસીયાં પ્રકારની જીવાતો (મોલો, સફેદમાખી, થ્રિપ્સ, તડતડીયા, કથીરી)નો વસ્તી વિસ્ફોટ થવાની શક્યતા રહેતી હોય છે. 
  • કાર્બોનેટ જૂથના કીટનાશકો જેવા કે કાર્બોફ્યુરાન, અને કાર્બોસલ્ફાન દવાઓની જરૂરિયાત પ્રતિ હેક્ટરે ૧ થી ર કિ.ગ્રા. સક્રિય તત્વના રૂપમાં રહેલી હોવાથી ખૂબ જ મોટા જથ્થામાં કીટનાશની જરૂરિયાત રહેતી હોય છે. 
  • તે ઉપરાંત કેટલાક કીટનાશકો વૃદ્ધિ અવરોધક તરીકે કામ કરે છે. જીવાતની ચામડી (કાંચળી) ઉતારવાની પ્રક્રિયામાં વિક્ષેપ પાડી વસ્તીનું નિયંત્રણ કરે છે. દા.ત. બુપ્રોફેજીન, શૂન્યૂરોન, નોવાલ્યુરોન, ડાયફલ્યુબેસૂરોન વગેરે.

ડૉ. આર. એલ. કલસરીયા 3. ડૉ. કે. ડી. પરમાર ૬ શ્રી એન. આર. ચૌહાણ પેસ્ટિસાઈડ રેસીડયૂ લેબોરેટરી, આઈ.સી.એ.આર., યુનીટ -૯, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ -૩૮૮ ૦૦૧

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks