
મોટા શહેરોની નજીકમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા ગંદા કેમીકલયુક્ત પાણીમાં ઘણા એવા તત્વો હોય છે જે આવા ગંદા પાણીથી ઉગાડેલા શાકભાજીમાં આવે છે. મજબૂરીવશ ખેડૂતો આવા પાણીનો ખેતીમાં ઉપયોગ કરે છે. જીરૂ જેવા અગત્યના મસાલા પાકમાં તેમજ તલ જેવા તેલીબિયા પાકમાં ખેડૂતો ખેતરમાં અમૂક જંતુનાશકોનો ઉપયોગ કરતા નથી. પરંતુ પરદેશમાં નિકાસ કરેલ કન્ટેનરોમાં તે જંતુનાશકોના અવશેષો હોવાને લીધે તે અસ્વીકાર્ય બનતાં પરત આવવાના બનાવો ભૂતકાળમાં બનેલ છે. આવા કિસ્સામાં તપાસ કરતાં જાણવા મળેલ કે, નિકાસકારો (વેપારીઓ) સંગ્રહ દરમ્યાન જીવાતથી થતા નુકસાનને અટકાવવા ગોડાઉનમાં અમુક જંતુનાશકનો ઉપયોગ કરતા હોય છે













