તમે કૃષિ ટેકનોલોજીની શ્રેણીમાં છો

ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વારા હવે એવું એવું શક્ય બનશે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં બેસીને કામ કરી રહી હોય અને તેના ૧૦ હાથ ( રોબોટ ) વાડીયે બીજું કોઈ કામ કરી રહ્યા હોય ! અને આમ જ કોઈ સાયબોર્ગ ડોક્ટર પોતાની ઓફિસેથી બહાર નીકળ્યા વગર પણ શિકાગો, ટોક્યો અને જર્મની કે મુંબઈ માં દર્દીઓનાં ઓપરેશન કરી શકે, એ પણ એક જ સમયે. આપણા ખેતરમાં દવા છાંટવાનો કે નીંદવાનું કે ફળ વીણવાના રોબોટ આવશે જે આપેલ પ્રોગ્રામ પ્રમાણે પોતાનું કામ કરશે અને એ પણ પુરી કાળજી થી , જો તેને કહેવામાં આવે કે આવા કલર ના અને આટલા પાકેલા ટામેટાના ફળો જ ઉતારવાના છે તો તેવા જ ફળ તે ઉતારશે બાકીના કાચા રહેવા દેશે . હાલ પૂરતી, આ ઘટના કોઈ વાર્તા જેવું લાગે પણ પ્રયોગમાં સફળતા મળી છે . તમને હસવું આવે છે પણ ખેતીમાં પણ આવતો દસકો પરિવર્તનનો છે તે યાદ રાખજો .

વધુ વાંચો>>>>

પ્રિસિશન ફાર્મિંગ એટલે કે ચોકસાઈ વાળી ખેતી બની જશે.

એઆઈ ટેક્નોલોજી આવતા આપણી ખેતી અને આપણું ખેતર અને ઘર જીપીએસ સાથે જોડાઈ ગયું હશે એટલે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આપણા ખેતરની રજે રજ ની માહિતી તમને તમારા ટુનટુણીયા એટલે કે તમારા મોબાઈલમાં આંગળીના ટેરવે મળશે અને તેના લીધે આપણી ખેતી પ્રિસિશન ફાર્મિંગ એટલે કે સચોટ અથવા તો ચોકસાઈ વાળી બની જશે એના લીધે આપણા ટ્રેક્ટર કે ઓજારો , ડ્રોન કે પિયતના સાધનો સેન્સર દવારા ચાલતા થશે . આપણી કાપણી ક્યારે કરવાની તે આપણને સેન્સર જણાવશે અને કાપણી પણ અદ્યતન ઓટોમેટિક થશે , આ ભલે અત્યારે સ્વપ્ન લાગે અને આપણા સુધી આવતા થોડું મોડું થાય પણ દુનિયાના દેશોમાં ટૂંકસમયમાં આવી જશે . આવી છે એઆઈની દુનિયા.

વધુ વાંચો>>>>

વૈજ્ઞાનિક બિલ મારીસ કહે છે કે મનુષ્ય પ૦૦ વર્ષ સુધી જીવી શકશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે આ ટેક્નોલોજીના યુગમાં વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે તેની વાત પહેલા કરું . ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી છે જેનું નામ છે “Calico” . જેનો મુખ્ય ધ્યેય છે “to solve death” , મૃત્યુને ટાળવું. ગૂગલના વૈજ્ઞાનિક બિલ મારીસે ૨૦૧૫માં કહ્યું કે, “જો તમે મને પૂછો કે પ૦૦ વર્ષ સુધી જીવી શકાય? તો મારો જવાબ “હા” છે.” મૃત્યુને માત આપતા અનેક પ્રોજેક્ટમાં ગૂગલ પોતાના ૨ બિલિયન ડૉલરનું રોકાણ કરી રહી છે. હવે એ તો માનવું પડે કે જ્યારે આટલી મોટી કંપની પોતાના અબજો રૂપિયા “મૃત્યુને ટાળવા”ના પ્રોજેક્ટમાં રોકતી હોય તો વાત ખૂબ જ ગંભીરતાથી થઈ રહી છે. આવતા દસકામાં આ અંગે આપણને વધુ જાણવા મળશે .વિજ્ઞાન કેવું કેવું હટકે વિચારે છે તેની વાત હવે પછી કરશું .પહેલા ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી કેમ થશે ? તેની વાત…..

વધુ વાંચો>>>>

શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન કમ્પ્યૂટર સામે હારી ગયો.

એ આઈ ને બુદ્ધિમત્તા આવી જાય તો શું થાય તે વાતનો એક દાખલો તમને કહું વૈજ્ઞાનિકોને બધાને ડર છે કે જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આપણી બૌદ્ધિક ક્ષમતાઓ લઈ લે તો શું થાય? એટલેજ એઆઈ અને ચેટ જીપીટીથી આખી દુનિયાને મૂંઝવણ છે કે કામ સરળ કરવાની નવી રીત તો આપણને મળી પણ ખુબ ઝડપથી પોતાનામાં સ્વયં બદલાવ લાવીને પોતે વિકસિત થઇ રહી છે તે જો એટલા વિકસિત થઇ ગયા તો આપણું શું થશે? તેતો સમય જ કહેશે વર્ષોથી શિક્ષકો વિદ્યાર્થીઓને બુદ્ધિ તીક્ષ્ણ કરવા માટે શતરંજ રમવાની સલાહ આપતા. શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન ગેરી કાસ્પરોવ. અને કોમ્પ્યુટર વચ્ચે શતરંજ રમાઈ અંતે, શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન એ દિવસે એક કમ્પ્યૂટર સામે હારી ગયો. બોલો . આવતા વખતે કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે ડ્રાઈવર વગર ના ટ્રેક્ટરની અને કારની વાત કરશું .

વધુ વાંચો>>>>

એ આઈ પાસે બુદ્ધિ ક્ષમતા આવી જશે તો શું થશે?

આ નવી ટેક્નોલોજીમાં મનુષ્ય ઓછું કામ કરવા માંગે છે એટલે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે માણસે પોતાની શારીરિક ક્ષમતાઓ ધીમે ધીમે ઓટોમેટિક મશીનને સોંપી દીધી. ઉદાહરણ તરીકે ખેતીકામ માટે જરૂરી શારીરિક મહેનત હવે મશીનો કરવા લાગ્યાં. આનાથી ઉત્પાદન ખૂબ જ વધ્યું, કામમાં ઝડપ આવી અને માણસને પારાવાર શરીરશ્રમમાંથી મુક્તિ મળી. ૨૧મી સદીના પ્રથમ બે દાયકાઓ દરમિયાન માણસ ધીમે ધીમે પોતાની બૌદ્ધિક ક્ષમતાઓ મશીન (કમ્પ્યૂટર)ને આપી રહ્યો છે. ઉદાહરણ તરીકે કેલ્ક્યુલેટર. એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હાલ પૂરતું માણસની ચૈતસિક ક્ષમતાઓ સુધી પહોંચ્યું નથી, પરંતુ એ ક્યારેય એ કામ નહીં કરી શકે એવું પણ કહી શકાય નહીં. કૃષિ વિજ્ઞાન મેગેઝીન તમે કહે છે કે તમેજ કલ્પના કરો કે એક રોબોટ માં પોતાની રીતે વિચારવાની ક્ષમતા આવી જશે તો શું થશે ? તમને જેમ ચિંતા થઇ તેવી ચિંતા , બધા ને છે .

વધુ વાંચો>>>>

ખેતીમાં નવું વિજ્ઞાન આવી ગયું છે તૈયાર થઈ જાવ

તમને આશ્ચર્ય થશે કે આજે બાળકો જે કંઈ પણ શીખી રહ્યાં છે તેમાંનું મોટાભાગનું ૨૦૫૦ સુધીમાં અપ્રસ્તુત બની જશે. બીજા શબ્દોમાં કહીએ તો આજે આપણે એવું શીખવી રહ્યા છીએ જેની ભવિષ્યમાં કોઈ જરૂરિયાત નહીં હોય. વર્તમાન સમયમાં મોટાભાગની શાળાઓ માહિતી ગોખાવવા પર ભાર આપે છે. પણ વિશ્વની મોટાભાગની માહિતી હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે એટલે કે સમજોને કે આપણા ડિજિટલ મગજમાં ઉપલબ્ધ છે તમારે આવી માહિતી આપણા જૈવિક મગજમાં ભરવાની શી જરૂર? માણસ અનેક અવતાર લે તો પણ ખૂટે જ નહીં એટલી માહિતી આપણી પાસે છે. આપણે નવી સ્કિલ ઉભી કરવી પડશે , સાચું શીખવું પડશે અને જૂનું ભૂંસવું પડશે અને કુદરત સાથે જોડાઈને આનંદ કરતા કરતા ખેતીના વિજ્ઞાનને પચાવીને નવી ટેક્નોલોજીને તમારી જમીનમાં ઉતારવી પડશે અને ખેતી માં વિજ્ઞાન યુગ લાવવો પડશે .ખેતીમાં વિજ્ઞાન આવી ગયું છે તો તૈયાર થઇ જાવ

વધુ વાંચો>>>>

ત્રણ શક્તિ વિજ્ઞાનની મુઠ્ઠીમાં આવી ગઈ છે.

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને આ વિજ્ઞાનની અદભૂત દુનિયાની વાત માં એટલો રસ પડ્યો છે કે બધા આશ્ચર્યચકિત થઈને વાંચી રહ્યા છે. તમને ખબર છે કે સદીઓથી દૈવી-શક્તિનો એક અર્થ એવો કરવામાં આવ્યો છે કે જેમાં આ ત્રણ શક્તિ માટે આ દેવી શક્તિ સર્વશક્તિમાન છે: (૧) ખેતી માટે વરસાદ લાવવા અથવા તો અટકાવવા માટે (૨) જીવલેણ રોગોથી રક્ષણ મેળવવા માટે અને (૩) સંતતિની પ્રાપ્તિ માટે. આપણે બધા તેને યાદ કરીયે છીએ પણ, આજે વિજ્ઞાનની ટૅક્નૉલૉજી એટલી તો વિકસી છે કે ઉપરોક્ત ત્રણેય બાબતો હવે વિજ્ઞાન દ્વારા શક્ય બની ગઈ છે . ઉદાહરણ તરીકે, આપણે કૃત્રિમ વરસાદ લાવી શકીએ છીએ અને ધારીએ એ પ્રદેશમાં વરસાદ દ્વારા ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડી શકીએ. એથી પણ આગળ, આપણે હવે. મોડિફાઈડ—ક્રોપ દ્વારા ઓછા રોગ લાગે તેવા વિટામિન વાળા ફળોની ખેતી કરી શકીએ છીએ. હવે બાળકો પેદા કરવા મોટા શહેરોમાં આઇવીએફ સેંટર ખુલી ગયા છે . આપણે ત્યાં આવેલો કુદરતી વરસાદ તમને કેટલો લાભ દાયક રહ્યો ? દુબઈમાં સિડિંગ દ્વારા વરસાદ લાવવામાં આવ્યો હતો તે તમે વાંચ્યું હશે .

વધુ વાંચો>>>>

નવી દુનિયા કેવી હશે ? ખેતીમાં શું નવું થશે ?

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા વિજ્ઞાન અને નવા સંશોધનની વાત ચાલે છે ત્યારે આ પણ જાણોકે દુનિયા ક્યાંની ક્યાં જઈ રહી છે , અમેરિકાના ઇલોન મસ્ક નામના ઉદ્યોગપતિએ મનુષ્યના મગજમાં કોમ્પ્યુટરની નાનકડી ચિપ્સ લગાવવાની વાત માં રસ પડ્યો છે .આજે લગભગ ૪૦,૦૦૦ અમેરિકનોનાં મગજમાં આવી ચિપ લગાવેલી છે.. ઈલોન મસ્કને તો ૧૫૮ મિલિયન ડૉલર્સ રોકીને કંપની સ્થાપી જેનું નામ છે Neuralink. જે ભવિષ્યમાં આપણાં સૌનાં મગજ માટે ચિપ બનાવશે. માત્ર, કલ્પના કરો કે બાળકોને આવી ચિપ લગાવીને દેવામાં આવે અને શાળાનો બધો જ અભ્યાસક્રમ , પાઠયપુસ્તકો અને સંદર્ભસાહિત્ય જે જે ભણવાનું છે તે બધું આ મગજની ચિપ્સમાં ડાઉનલોડ કરી દઈએ તો? શું શાળાની જરૂર રહેશે? આવતો સમય કંઈક આવો આવવાનો છે. અને ખેતીમાં પણ કેટલુંય નવું થવાનું છે તેની વાત હવે પછી ….

વધુ વાંચો>>>>

ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો દુઃખી થઈ જાય છે . શા માટે ?

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે, નવી દુનિયા કેવી હશે અને, વિજ્ઞાન અને એઆઈ – કૃત્રિમ બુદ્ધિમત્તા, કેવા કેવા રૂપો લેવાની છે અને, આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે, તેની વાત કરીયે છીએ .આપણે સુખને જો જૈવિક રીતે જોઈએ તો, આપણી અપેક્ષાઓ અને સુખ બંનેનો આધાર, બહારની કોઈ પરિસ્થિતિ પર નહીં, આપણી અંદરની બાયોકેમિસ્ટ્રી પર રહેલો છે. અત્યારના વિજ્ઞાન પ્રમાણે સુખ અને દુઃખ, આપણા શરીરમાં થતાં સંવેદનો જ છે. આપણે આપણા શરીરમાં ઉદ્ભવતાં, સંવેદનોને જ પ્રતિક્રિયા આપીએ છીએ. એટલે કોઈ ખેડૂતનો પાક, નિષ્ફળ જાય તો એ દુઃખી થઈ જાય છે. શા માટે ?. પાક નિષ્ફળ જવાથી, ડિપ્રેશન અનુભવાય; આ ડિપ્રેશન શરીરમાં ઉદ્ભવતા, એક સંવેદનનું નામ છે. અને એવું જ વધુ ભાવ મળે, તે વખતે જે આનંદ થાય તેનું છે. જો સુખ અને દુ:ખ બાબતમાં, આજનું વિજ્ઞાન સાચું હોય તો, વૈશ્વિક શાંતિ અને વ્યક્તિગત સુખ માટે આપણે, માનવશરીરની બાયોકેમિસ્ટ્રી સમજવી પડશે. ધીમે ધીમે માણસને પોતાના સંવેદનો પર કાબૂ મેળવવો છે,—જ્યારે ઇચ્છીએ ત્યારે દુઃખ થી છુટકારો અને, સુખ મળવું જોઈએ!. બોલો છે ને નવી શોધ.

વધુ વાંચો>>>>

નવી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા પડશે

જે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે એ જોતાં આપણે એવું કહી શકીએ કે 21 મી સદીમાં જેમ જેમ માણસની ઉંમર વધશે એમ એમ એને વધુ ને વધુ બદલાવાની આવશ્યકતા રહેશે. આ એક એવો સમય છે જેમાં માણસને કોઈ પણ પ્રકારની સ્થિરતા પાલવી શકે તેમ નથી. જો કોઈ વ્યક્તિ એક ફિક્સ ટાઇપની ખેતી પદ્ધતિને કે નોકરીને જ વળગી રહેશે તો તેનો જીવનનિર્વાહ તો કદાચ ચાલી પણ જાય, પણ તે ખેડૂત દુનિયાથી ઘણો પાછળ રહી જશે. હવે લડાઈ પ્રસ્તુત રહેવાની છે—સતત. એટલે કે સતત અનુકૂલન સાધવું એ સૌથી અગત્યનું કૌશુલ્ય બની રહેશે. આપણી શાળા-કૉલેજોમાં આપણે અનુકૂલન કેમ સાધવું એ ભણાવવું પડશે ?! અને આપણે ખેડૂતોએ પણ ખેતીમાં નવી ટેક્નોલોજી સાથે કદમ થી કદમ મિલાવવા પડશે .કૃષિ વિજ્ઞાન સાથે જોડાયેલા રહેશો તો આવી માહિતી તમને મળતી રહેશે .

વધુ વાંચો>>>>

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા ખેતરની ચતુર્દિશા, આપણું ખેતર, જીપીએસ સાથે જોડાશે,

વધુ વાંચો>>>>

શું છે ખેતીના એ આઈ રોબોટ ?

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….

વધુ વાંચો>>>>

નવી જાણકારી નવી માહિતી મેળવવા થોડી વાત વાત ખેડુતની – કૃષિ મેળો સુરેન્દ્રનગર

🌟 ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર! 🌟 “થોડી વાત ખેડૂતની, પ્રગતિની અને નવા યુગની!” ઝાલાવાડની ધરા પર યોજાવા જઈ રહ્યો છે ભવ્ય કૃષિ મેળો – ૨૦૨૬.

વધુ વાંચો>>>>

વધુ ડાળી વધુ ઉત્પાદન

આપણે કપાસનું બીજ ખરીદવા જઈએ તો પુછીએ છોડમાં ફળાઉ ડાળીની સંખ્યા કેટલી ? આપણે બાગાયત પાક વાવીએ તેમાં જેટલી વધુ ડાળીઓ હોય તેટલો વધુ ફાલ

વધુ વાંચો>>>>

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ,

વધુ વાંચો>>>>

ઓર્ગેનિક સલાડની ભરપૂર ડિમાન્ડ

વિદેશની ખેતીમાં ગ્રીનહાઉસમાં ખેતી થાય છે એટલે સંરક્ષિત ખેતીમાં જંતુ દવા વગર લેટ્સ, બ્રોકોલી વગેરે પકાવવા સહેલા પડે છે. વિદેશમાં સલાડ બોક્ષ વેંચતા હોય છે

વધુ વાંચો>>>>

હવે ફળો તાજા રહેશે

આપણા દેશમાં પેદા થતા અનાજ, શાકભાજી અને ફળો પરિવહન દરમ્યાન કે સમયસર ઉપભોકતા સુધીના પહોંચવાથી બગડી જાય છે અને દેશને ખુબ મોટું નુકશાન થાય છે.

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચર ઈલેકટ્રોનિક દાડિયા

લ્યો, મરચી વીણવાનો રોબોટ આવી ગયો, જાપાનની એગ્રીસ્ટ નામની કંપનીએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ. આઈ.નો અદભુત ઉપયોગ મરચા વીણવા માટે રોબોટ તૈયાર છે જે

વધુ વાંચો>>>>

નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ.

ખેતીના આ યુગમાં નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ. કારણ કે કૃષિ મેળામાં એક સાથે અનેક

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : ટમેટામાં વિટામિન ડી

ટમેટામાં વિટામિન ડી હવે ના સંશોધન વૈજ્ઞાનિકો અને બ્રીડરો વિચારી રહ્યા છે કે હવેના ફળોને શાકભાજીમાં પોષક તત્વોની સાથે સ્વાદ પણ સારો હોય. તાજેતરમાં જ

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : ટોમેટો કોન્ફરન્સ

ટોમેટો કોન્ફરન્સ આપણે ત્યાં હજુ ખેતીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ મળ્યો નથી ખેડૂતો નવી નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ ને સમજવા અને શીખવા કોન્ફરન્સ કે મિટિંગમાં પૈસા

વધુ વાંચો>>>>

આંગળીના ટેરવે : એઆઈ (AI) – ખેડૂતનો નવો સાથી: કમાણી વધારશે, મહેનત ઘટાડશે.

આજના સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં એઆઈ (AI) એટલે કે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” ની ચર્ચા થઈ રહી છે. અહીં સુધી કે AI હવે શહેરમાં જ નહીં,

વધુ વાંચો>>>>

આંગળીના ટેરવે : ખેડૂતનો ફસલ ડીવાઈસ ખેતીમાં નવી ક્રાંતિ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કંપનીની સેવા શરુ થઇ ગઈ છે

ખેડૂતનો ફસલ ડીવાઈસ ખેતીમાં નવી ક્રાંતિ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કંપનીની સેવા શરુ થઇ ગઈ છે સંદીપભાઈ ગામિત, જે વ્યારા તાલુકાના વાંદરદેવી ગામ, તાપી જિલ્લાના

વધુ વાંચો>>>>

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી

• બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13

વધુ વાંચો>>>>

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ

વધુ વાંચો>>>>

વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે

વૈજ્ઞાનિકો અને સંશોધકો સતત આનો રસ્તો શોધવા મહેનત કરી રહ્યાં છે બાયો ટેક્નોલોજી એટલે કે જિન ટ્રાન્સફર ટેક્નોલોજી એટલે કે જિનેટિક મોડીફાઇડ સામે હજુ પણ

વધુ વાંચો>>>>

કૃષિ યૂનિવર્સિટીના દ્વારે થી :

આપણંા રાજયમાં કૃષિ સંશોધન, કૃષિ શિક્ષણ અને કૃષિ વિસ્તરણ પ્રવૃતિ ક્ષેત્રે કુલ ચાર કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. (૧) દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (૨)આણંદ કૃષિ યુનિવર્સિટી (૩)

વધુ વાંચો>>>>

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે, જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ તે બધાને જોઈએ અન્ન, વસ્ત્ર આ

વધુ વાંચો>>>>

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજી

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજીને આધારે સીઆરઆઈએસપીઆર દ્વારા રેડ સી બ્રેયમ અને પફફર માછલી નું ઉત્પાદન વધુ ઝડપી બનશે, માછલીનું ઉત્પાદન

વધુ વાંચો>>>>

એક નવા સલાડનો ઉમેરો થયો – ટામેટા અને કેપ્સિકમ યુક્ત કાકડી

આજે નવી ટેક્નોલાજીની વાત કરવી છે આપણે જાણીયે છીએ કે ટામેટાની ખટાશ અને સ્વાદ માટે સારા છે , કેપ્સિકમ તેના કરકરાપણું માટે તો કાકડી જુદોજ

વધુ વાંચો>>>>

સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો, વિજ્ઞાનનો સહારો

છેલ્લે ફરી ડિજિટલ ફાર્મિંગની વાત કરી લઈએ સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો , વિજ્ઞાનનો સહારો લેવામાં આવી રહ્યો છે , હવામાન અને બદલતા તાપમાન સામે રોજે રોજની માહિતી દ્વારા ખેતી ખર્ચ ઘટાડીને ખેતી થઇ રહીઓ છે ત્યારે યુરોપની કંપની HORTA s.r.l. ની અનન્ય ડિજિટલ ટેકનોલોજી જોઈને બીએએસએફ કંપની દ્વારા હોર્ટટાને ખરીદી લીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ વિવિધ કંપનીઓ ડિજિટલ ટેક્નોલોજી સાથે બઝારમાં આવી રહી છે .ચાલો વિજ્ઞાન અને આપણી ખેતી ની વાતો વાંચતા રહો ફેસબુક અને ટેલીગ્રામ તથા વોટ્સઅપ ઉપર. જોડવા માટે નીચે લીનક આપેલ છે. #ખેતરનીવાત #કૃષિ_વિજ્ઞાન

વધુ વાંચો>>>>
કૃષિ ટેકનોલોજી

કૃષિ ટેકનોલોજી

મધમાખી ન હોય તો અનાજ પેદા ન થાય તે ઘણે અંશે સાચું છે કારણ કે આપણા પાકોમાં ફલીનીકરણ મધમાખી દ્વારા, પવન દ્વારા અને કૃત્રિમ રીતે

વધુ વાંચો>>>>

ઇન્ફોર્મેશન ઇસ પાવર

આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી  પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે

વધુ વાંચો>>>>
ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બની ગયો છે.

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : સબસોઈલર

સબસોઈલર એક દાતી વાળું અને ટ્રેકટર દ્વારા કામ કરતું ખેડનું સાધન છે. સબસોઈલર દ્વારા ચાસમાં ઊંડે સુધી ખેડ થાય છે. દા.ત. પરંપરાગત રીતે વાપરતી કરબડી-ડીસ્ક

વધુ વાંચો>>>>
Enable Notifications OK No thanks