પોતાની શાકભાજીની બ્રાંડ |
ફળમાખી અને ફૂદાની હાજરી પૂરશે નવી ટેકનોલોજી
ડ્રોન ટેકનોલોજીની એકયુરેટ મદદ

પોતાની શાકભાજીની બ્રાંડ |
ફળમાખી અને ફૂદાની હાજરી પૂરશે નવી ટેકનોલોજી
ડ્રોન ટેકનોલોજીની એકયુરેટ મદદ


કલમો વિકાસ ઠીંગણો રાખવામાં રૂટ સ્ટોક (રોપ)નો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. જો રૂટ સ્ટોકનો વિકાસઠીંગણો હશે અને એવા રોપ પર બાંધવામાં આવેલ કલમનો વિકાસ

એઆઈ ટેક્નોલોજી આવતા આપણી ખેતી અને આપણું ખેતર અને ઘર જીપીએસ સાથે જોડાઈ ગયું હશે એટલે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આપણા ખેતરની રજે રજ ની માહિતી તમને તમારા ટુનટુણીયા એટલે કે તમારા મોબાઈલમાં આંગળીના ટેરવે મળશે અને તેના લીધે આપણી ખેતી પ્રિસિશન ફાર્મિંગ એટલે કે સચોટ અથવા તો ચોકસાઈ વાળી બની જશે એના લીધે આપણા ટ્રેક્ટર કે ઓજારો , ડ્રોન કે પિયતના સાધનો સેન્સર દવારા ચાલતા થશે . આપણી કાપણી ક્યારે કરવાની તે આપણને સેન્સર જણાવશે અને કાપણી પણ અદ્યતન ઓટોમેટિક થશે , આ ભલે અત્યારે સ્વપ્ન લાગે અને આપણા સુધી આવતા થોડું મોડું થાય પણ દુનિયાના દેશોમાં ટૂંકસમયમાં આવી જશે . આવી છે એઆઈની દુનિયા.

આંબામાં જ્યારે આપણે લાંબા અંતરની જગ્યાએ ટૂંકા અંતરે એટલે કે ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર કરવામાં આવે ત્યારે વાવેતરની દિશા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વારા હવે એવું એવું શક્ય બનશે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં બેસીને કામ કરી રહી હોય અને તેના ૧૦ હાથ ( રોબોટ ) વાડીયે બીજું કોઈ કામ કરી રહ્યા હોય ! અને આમ જ કોઈ સાયબોર્ગ ડોક્ટર પોતાની ઓફિસેથી બહાર નીકળ્યા વગર પણ શિકાગો, ટોક્યો અને જર્મની કે મુંબઈ માં દર્દીઓનાં ઓપરેશન કરી શકે, એ પણ એક જ સમયે. આપણા ખેતરમાં દવા છાંટવાનો કે નીંદવાનું કે ફળ વીણવાના રોબોટ આવશે જે આપેલ પ્રોગ્રામ પ્રમાણે પોતાનું કામ કરશે અને એ પણ પુરી કાળજી થી , જો તેને કહેવામાં આવે કે આવા કલર ના અને આટલા પાકેલા ટામેટાના ફળો જ ઉતારવાના છે તો તેવા જ ફળ તે ઉતારશે બાકીના કાચા રહેવા દેશે . હાલ પૂરતી, આ ઘટના કોઈ વાર્તા જેવું લાગે પણ પ્રયોગમાં સફળતા મળી છે . તમને હસવું આવે છે પણ ખેતીમાં પણ આવતો દસકો પરિવર્તનનો છે તે યાદ રાખજો .

એઆઈ ટેક્નોલોજી આવતા આપણી ખેતી અને આપણું ખેતર અને ઘર જીપીએસ સાથે જોડાઈ ગયું હશે એટલે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આપણા ખેતરની રજે રજ ની માહિતી તમને તમારા ટુનટુણીયા એટલે કે તમારા મોબાઈલમાં આંગળીના ટેરવે મળશે અને તેના લીધે આપણી ખેતી પ્રિસિશન ફાર્મિંગ એટલે કે સચોટ અથવા તો ચોકસાઈ વાળી બની જશે એના લીધે આપણા ટ્રેક્ટર કે ઓજારો , ડ્રોન કે પિયતના સાધનો સેન્સર દવારા ચાલતા થશે . આપણી કાપણી ક્યારે કરવાની તે આપણને સેન્સર જણાવશે અને કાપણી પણ અદ્યતન ઓટોમેટિક થશે , આ ભલે અત્યારે સ્વપ્ન લાગે અને આપણા સુધી આવતા થોડું મોડું થાય પણ દુનિયાના દેશોમાં ટૂંકસમયમાં આવી જશે . આવી છે એઆઈની દુનિયા.

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે આ ટેક્નોલોજીના યુગમાં વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે તેની વાત પહેલા કરું . ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી છે જેનું નામ છે “Calico” . જેનો મુખ્ય ધ્યેય છે “to solve death” , મૃત્યુને ટાળવું. ગૂગલના વૈજ્ઞાનિક બિલ મારીસે ૨૦૧૫માં કહ્યું કે, “જો તમે મને પૂછો કે પ૦૦ વર્ષ સુધી જીવી શકાય? તો મારો જવાબ “હા” છે.” મૃત્યુને માત આપતા અનેક પ્રોજેક્ટમાં ગૂગલ પોતાના ૨ બિલિયન ડૉલરનું રોકાણ કરી રહી છે. હવે એ તો માનવું પડે કે જ્યારે આટલી મોટી કંપની પોતાના અબજો રૂપિયા “મૃત્યુને ટાળવા”ના પ્રોજેક્ટમાં રોકતી હોય તો વાત ખૂબ જ ગંભીરતાથી થઈ રહી છે. આવતા દસકામાં આ અંગે આપણને વધુ જાણવા મળશે .વિજ્ઞાન કેવું કેવું હટકે વિચારે છે તેની વાત હવે પછી કરશું .પહેલા ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી કેમ થશે ? તેની વાત…..

એ આઈ ને બુદ્ધિમત્તા આવી જાય તો શું થાય તે વાતનો એક દાખલો તમને કહું વૈજ્ઞાનિકોને બધાને ડર છે કે જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આપણી બૌદ્ધિક ક્ષમતાઓ લઈ લે તો શું થાય? એટલેજ એઆઈ અને ચેટ જીપીટીથી આખી દુનિયાને મૂંઝવણ છે કે કામ સરળ કરવાની નવી રીત તો આપણને મળી પણ ખુબ ઝડપથી પોતાનામાં સ્વયં બદલાવ લાવીને પોતે વિકસિત થઇ રહી છે તે જો એટલા વિકસિત થઇ ગયા તો આપણું શું થશે? તેતો સમય જ કહેશે વર્ષોથી શિક્ષકો વિદ્યાર્થીઓને બુદ્ધિ તીક્ષ્ણ કરવા માટે શતરંજ રમવાની સલાહ આપતા. શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન ગેરી કાસ્પરોવ. અને કોમ્પ્યુટર વચ્ચે શતરંજ રમાઈ અંતે, શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન એ દિવસે એક કમ્પ્યૂટર સામે હારી ગયો. બોલો . આવતા વખતે કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે ડ્રાઈવર વગર ના ટ્રેક્ટરની અને કારની વાત કરશું .

આ નવી ટેક્નોલોજીમાં મનુષ્ય ઓછું કામ કરવા માંગે છે એટલે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે માણસે પોતાની શારીરિક ક્ષમતાઓ ધીમે ધીમે ઓટોમેટિક મશીનને સોંપી દીધી. ઉદાહરણ તરીકે ખેતીકામ માટે જરૂરી શારીરિક મહેનત હવે મશીનો કરવા લાગ્યાં. આનાથી ઉત્પાદન ખૂબ જ વધ્યું, કામમાં ઝડપ આવી અને માણસને પારાવાર શરીરશ્રમમાંથી મુક્તિ મળી. ૨૧મી સદીના પ્રથમ બે દાયકાઓ દરમિયાન માણસ ધીમે ધીમે પોતાની બૌદ્ધિક ક્ષમતાઓ મશીન (કમ્પ્યૂટર)ને આપી રહ્યો છે. ઉદાહરણ તરીકે કેલ્ક્યુલેટર. એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હાલ પૂરતું માણસની ચૈતસિક ક્ષમતાઓ સુધી પહોંચ્યું નથી, પરંતુ એ ક્યારેય એ કામ નહીં કરી શકે એવું પણ કહી શકાય નહીં. કૃષિ વિજ્ઞાન મેગેઝીન તમે કહે છે કે તમેજ કલ્પના કરો કે એક રોબોટ માં પોતાની રીતે વિચારવાની ક્ષમતા આવી જશે તો શું થશે ? તમને જેમ ચિંતા થઇ તેવી ચિંતા , બધા ને છે .

તમને આશ્ચર્ય થશે કે આજે બાળકો જે કંઈ પણ શીખી રહ્યાં છે તેમાંનું મોટાભાગનું ૨૦૫૦ સુધીમાં અપ્રસ્તુત બની જશે. બીજા શબ્દોમાં કહીએ તો આજે આપણે એવું શીખવી રહ્યા છીએ જેની ભવિષ્યમાં કોઈ જરૂરિયાત નહીં હોય. વર્તમાન સમયમાં મોટાભાગની શાળાઓ માહિતી ગોખાવવા પર ભાર આપે છે. પણ વિશ્વની મોટાભાગની માહિતી હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે એટલે કે સમજોને કે આપણા ડિજિટલ મગજમાં ઉપલબ્ધ છે તમારે આવી માહિતી આપણા જૈવિક મગજમાં ભરવાની શી જરૂર? માણસ અનેક અવતાર લે તો પણ ખૂટે જ નહીં એટલી માહિતી આપણી પાસે છે. આપણે નવી સ્કિલ ઉભી કરવી પડશે , સાચું શીખવું પડશે અને જૂનું ભૂંસવું પડશે અને કુદરત સાથે જોડાઈને આનંદ કરતા કરતા ખેતીના વિજ્ઞાનને પચાવીને નવી ટેક્નોલોજીને તમારી જમીનમાં ઉતારવી પડશે અને ખેતી માં વિજ્ઞાન યુગ લાવવો પડશે .ખેતીમાં વિજ્ઞાન આવી ગયું છે તો તૈયાર થઇ જાવ

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને આ વિજ્ઞાનની અદભૂત દુનિયાની વાત માં એટલો રસ પડ્યો છે કે બધા આશ્ચર્યચકિત થઈને વાંચી રહ્યા છે. તમને ખબર છે કે સદીઓથી દૈવી-શક્તિનો એક અર્થ એવો કરવામાં આવ્યો છે કે જેમાં આ ત્રણ શક્તિ માટે આ દેવી શક્તિ સર્વશક્તિમાન છે: (૧) ખેતી માટે વરસાદ લાવવા અથવા તો અટકાવવા માટે (૨) જીવલેણ રોગોથી રક્ષણ મેળવવા માટે અને (૩) સંતતિની પ્રાપ્તિ માટે. આપણે બધા તેને યાદ કરીયે છીએ પણ, આજે વિજ્ઞાનની ટૅક્નૉલૉજી એટલી તો વિકસી છે કે ઉપરોક્ત ત્રણેય બાબતો હવે વિજ્ઞાન દ્વારા શક્ય બની ગઈ છે . ઉદાહરણ તરીકે, આપણે કૃત્રિમ વરસાદ લાવી શકીએ છીએ અને ધારીએ એ પ્રદેશમાં વરસાદ દ્વારા ખેતી માટે જરૂરી પાણી પૂરું પાડી શકીએ. એથી પણ આગળ, આપણે હવે. મોડિફાઈડ—ક્રોપ દ્વારા ઓછા રોગ લાગે તેવા વિટામિન વાળા ફળોની ખેતી કરી શકીએ છીએ. હવે બાળકો પેદા કરવા મોટા શહેરોમાં આઇવીએફ સેંટર ખુલી ગયા છે . આપણે ત્યાં આવેલો કુદરતી વરસાદ તમને કેટલો લાભ દાયક રહ્યો ? દુબઈમાં સિડિંગ દ્વારા વરસાદ લાવવામાં આવ્યો હતો તે તમે વાંચ્યું હશે .

આપણે હજુ મજુરોની અછત અને ફળ પાકોના ઉતાર્યા પછીના બગાડ કરી રહ્યા છીએ. હજારો
ટન ફળો,શાકભાજી અને અનાજ પાકયા પછીની જાળવણી, હેરફેર દરમ્યાન બગડે છે. વિદેશમાં પાકેલા એકએક ફળો માર્કેટની જરૂરીયાત પ્રમાણે પહોંચે તે માટે આયોજન કરે છે. વિદેશમાં પણ મજુરોની અછત છે. તાજેતરમાં વોશીગ્ટન સ્ટેટ યુનિવર્સિટી અને પ્રિસીશન અને ઓટોમેટીક એગ્રીકલ્ચર સીસ્ટમ દ્વારા સફરજન ઉતારવાના રોબોટની શોધ કરી છે. આ રોબોટ ખેતરમાંથી ૯૮ ટકા પરીપકવ થયેલા ફળો એક પણ જાતના નુકશાન વગર ઉતારે છે. બે ટકા ફળો રહી ગયા છે તે માટે માણસની જરૂર પડે છે. વિશ્વમાં આવી રહ્યું છે ચોક્કસાઈ પૂર્વકની ખેતીનું વિજ્ઞાન (201509)

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા વિજ્ઞાન અને નવા સંશોધનની વાત ચાલે છે ત્યારે આ પણ જાણોકે દુનિયા ક્યાંની ક્યાં જઈ રહી છે , અમેરિકાના ઇલોન મસ્ક નામના ઉદ્યોગપતિએ મનુષ્યના મગજમાં કોમ્પ્યુટરની નાનકડી ચિપ્સ લગાવવાની વાત માં રસ પડ્યો છે .આજે લગભગ ૪૦,૦૦૦ અમેરિકનોનાં મગજમાં આવી ચિપ લગાવેલી છે.. ઈલોન મસ્કને તો ૧૫૮ મિલિયન ડૉલર્સ રોકીને કંપની સ્થાપી જેનું નામ છે Neuralink. જે ભવિષ્યમાં આપણાં સૌનાં મગજ માટે ચિપ બનાવશે. માત્ર, કલ્પના કરો કે બાળકોને આવી ચિપ લગાવીને દેવામાં આવે અને શાળાનો બધો જ અભ્યાસક્રમ , પાઠયપુસ્તકો અને સંદર્ભસાહિત્ય જે જે ભણવાનું છે તે બધું આ મગજની ચિપ્સમાં ડાઉનલોડ કરી દઈએ તો? શું શાળાની જરૂર રહેશે? આવતો સમય કંઈક આવો આવવાનો છે. અને ખેતીમાં પણ કેટલુંય નવું થવાનું છે તેની વાત હવે પછી ….

દૂનિયામાં ખેતીલાયક જમીનો ઘટતી જાય છે, જમીન જન્ય રોગ પણ વધતા જાય છે, ગ્રીનહાઉસની ખેતીમાં નીમેટોડનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે જમીન વગરની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. વર્ટિકલ ફાર્મિંગ એટલે માળવાળી ખેતી શરૂ થઈ છે, શાકભાજીની ખેતીમાં વર્ટિકલ ફાર્મિંગ ખૂબ જ વધી રહ્યું છે. જમીન વગર ઉદ્યોગના સ્વરૂપે આ ખેતી ભવિષ્યમાં ખુબ જ આગળ વધશે તેવું લાગી રહ્યું છે. વિશ્વની વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે. ત્યારે આ નવો પ્રયોગ ખરેખર ફુડ સીક્યોરીટી માટે કામ લાગશે. (201509)

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે, નવી દુનિયા કેવી હશે અને, વિજ્ઞાન અને એઆઈ – કૃત્રિમ બુદ્ધિમત્તા, કેવા કેવા રૂપો લેવાની છે અને, આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે, તેની વાત કરીયે છીએ .આપણે સુખને જો જૈવિક રીતે જોઈએ તો, આપણી અપેક્ષાઓ અને સુખ બંનેનો આધાર, બહારની કોઈ પરિસ્થિતિ પર નહીં, આપણી અંદરની બાયોકેમિસ્ટ્રી પર રહેલો છે. અત્યારના વિજ્ઞાન પ્રમાણે સુખ અને દુઃખ, આપણા શરીરમાં થતાં સંવેદનો જ છે. આપણે આપણા શરીરમાં ઉદ્ભવતાં, સંવેદનોને જ પ્રતિક્રિયા આપીએ છીએ. એટલે કોઈ ખેડૂતનો પાક, નિષ્ફળ જાય તો એ દુઃખી થઈ જાય છે. શા માટે ?. પાક નિષ્ફળ જવાથી, ડિપ્રેશન અનુભવાય; આ ડિપ્રેશન શરીરમાં ઉદ્ભવતા, એક સંવેદનનું નામ છે. અને એવું જ વધુ ભાવ મળે, તે વખતે જે આનંદ થાય તેનું છે. જો સુખ અને દુ:ખ બાબતમાં, આજનું વિજ્ઞાન સાચું હોય તો, વૈશ્વિક શાંતિ અને વ્યક્તિગત સુખ માટે આપણે, માનવશરીરની બાયોકેમિસ્ટ્રી સમજવી પડશે. ધીમે ધીમે માણસને પોતાના સંવેદનો પર કાબૂ મેળવવો છે,—જ્યારે ઇચ્છીએ ત્યારે દુઃખ થી છુટકારો અને, સુખ મળવું જોઈએ!. બોલો છે ને નવી શોધ.

જે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે એ જોતાં આપણે એવું કહી શકીએ કે 21 મી સદીમાં જેમ જેમ માણસની ઉંમર વધશે એમ એમ એને વધુ ને વધુ બદલાવાની આવશ્યકતા રહેશે. આ એક એવો સમય છે જેમાં માણસને કોઈ પણ પ્રકારની સ્થિરતા પાલવી શકે તેમ નથી. જો કોઈ વ્યક્તિ એક ફિક્સ ટાઇપની ખેતી પદ્ધતિને કે નોકરીને જ વળગી રહેશે તો તેનો જીવનનિર્વાહ તો કદાચ ચાલી પણ જાય, પણ તે ખેડૂત દુનિયાથી ઘણો પાછળ રહી જશે. હવે લડાઈ પ્રસ્તુત રહેવાની છે—સતત. એટલે કે સતત અનુકૂલન સાધવું એ સૌથી અગત્યનું કૌશુલ્ય બની રહેશે. આપણી શાળા-કૉલેજોમાં આપણે અનુકૂલન કેમ સાધવું એ ભણાવવું પડશે ?! અને આપણે ખેડૂતોએ પણ ખેતીમાં નવી ટેક્નોલોજી સાથે કદમ થી કદમ મિલાવવા પડશે .કૃષિ વિજ્ઞાન સાથે જોડાયેલા રહેશો તો આવી માહિતી તમને મળતી રહેશે .

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા ખેતરની ચતુર્દિશા, આપણું ખેતર, જીપીએસ સાથે જોડાશે,

વિચાર કરવાની શક્તિ આપણને ભગવાને આપી છે. માણસને કઈ પણ કરતા પહેલા, વિચાર આવે છે કે, આ કરું કે તે કરું?, મગફળી કરું? કે કપાસ? અને સાથે સમજણ પણ આપી છે…

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….

તૈયાર થઈ જાવ, ખેતીના ભવિષ્યની અજોડ વાત, કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા જાણવા. આપણને ખબર છે, માણસ તેની બુદ્ધિ સાથે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, નવા સંશોધન કરી રહ્યો છે, ચાંદ પર પહોંચ્યો છે.

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ કૃષિ, પરંપરાગત રીતો અને માનવ મજૂરી પર આધારિત રહી છે. તેમ છતાં, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ટકાઉપણું વધારવા માટે

આપણે જાણીએ છીએ કે ડુંગળીના સંગ્રહ કરવો હોય તો મેડાવાળા ગોડાઉનમાં કરી શકાય છે. ડુંગળીમાં ઉગી જવાનો ગુણ હોવાથી તેને હવાદાર ગોડાઉનમાં રાખવી જરૂરી છે

આપણે કપાસનું બીજ ખરીદવા જઈએ તો પુછીએ છોડમાં ફળાઉ ડાળીની સંખ્યા કેટલી ? આપણે બાગાયત પાક વાવીએ તેમાં જેટલી વધુ ડાળીઓ હોય તેટલો વધુ ફાલ

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ,