
અનુષ્ઠાન
સોસાયટી બની ત્યારે સૌથી પહેલાં રહેવા આવનારાં બે કુટુંબો, એક તરલાબેનનું અને બીજું સરલાબેનનું. આસપડોશમાં બીજું કોઈ આવ્યું નહોતું એટલે આ બંનેની જોડી બરાબર જામી ગઈ. આમ તો બેઉના સ્વભાવમાં લાખ ગાડાનું અંતર. તોય એકમેક વગર ચાલે નહીં. સવાર પડે કે તરલાબેન ટહુકો કરે, “કેમ સરલાભાભી,












