– ફણગાવેલા મગના ઢોકળા બહેનો માટે :
ફણગાવેલા મગના ઢોકળાની સામગ્રીઃએક વાટકી ફણગાવેલા મગ, બે વાટકી ચોખા, ૨૫ ગ્રામ આદુ, બે નંગ લીલા મરચા, એક ચમચી મેથી, તેલ, સાજીના ફૂલ, હીંગ, મરીનો ભૂકો (જરૂરત અને સ્વાદ અનુસાર) રીતઃ ચોખા તથા મેથી ભેગા કરી પાણીમાં પ થી ૬ કલાક પલાડવા. ત્યાર બાદ ચોખા તથા મેથીને બારીક વાટી નાખવા. મગને પણ પલાડી વાટી નાખવા. બંનેને ભેગા કરી તેમાં મીઠુ, વાટેલ આદુ, મરચા તથા હીંગ નાખવા બરાબર હલાવી ૬ થી ૭ કલાક ઢાંકી રાખી આથો આવવા દેવો. ઢોકળીયા કુકરમાં પાણી મુકી ઉકાળવું. થાળીમાં તેલ લગાડી અને થોડું ખીરૂં પાથરવું. થાળી ઢોકળીયામાં મુકી ચડવા દેવી. ૧૦ મિનિટ બાદ ઢોકળા બરાબર થઈ ગયા છે તે ચકાસી થાળી બહાર કાઢી ઢોકળાના કટકા કરવા. જો ઢોકળા કઠણ લાગે તો તેમાં સાજીના ફૂલ નાખી શકાય. ફણગાવેલા કઠોળમાં આથો લાવવાથી તેમાના પોષક તત્વોનો વિના મુલ્યે ઘણો જ વધારો થાય છે.