
ટમેટામાં વિટામિન ડી
હવે ના સંશોધન વૈજ્ઞાનિકો અને બ્રીડરો વિચારી રહ્યા છે કે હવેના ફળોને શાકભાજીમાં પોષક તત્વોની સાથે સ્વાદ પણ સારો હોય. તાજેતરમાં જ વર્લ્ડ સીડ કોંગ્રેસ યોજાઈ ગઈ તેમાં બાયર સીડ્સ કંપનીએ જાહેર કર્યું કે હેલ્થ ફોર ઓલ- હંગર ફોર નન , બયારે સાઉથ કોરિયાની બાયોટેક કંપની જી પ્લસ ફ્લાય સાથે મળીને જીનોમ એડિટિંગ ટેકનોલોજી દ્વારા વિટામિન ડી વધારતા ટમેટાની શોધ કરી છે આજે વિશ્વમાં લોકોને વિટામિન ડી ની ઉણપ છે ત્યારે આ નવું સંશોધન ખૂબ જ ઉપયોગી થશે તેવું જેડીરોજ બાયર વેજીટેબલના હેડ અને રિસર્ચ ડેવલપમેન્ટના વડા એ જણાવ્યું હતું આ માહિતીને લીધે સમગ્ર વિશ્વના બીજ સંશોધન કરતા વૈજ્ઞાનિકોમાં આ ટેકનોલોજીની ચર્ચા છે જી નોમ એડીટીંગ ટેકનોલોજી હવે પછીના વષર્ાેમાં ખેતીમાં બદલાવ લાવશે.

























