
ડ્રોન ટેકનોલોજી
આ મજૂરોની મોન્ઘાઈને અતિખેંચના સમયમાં આશિર્વાદ સમાન સાબિત થશે કારણ કે [૧] કેટલીયે વારનાં ઓચિંતાના વાતાવરણીય ફેરફાર ટાણે રોગ-જીવાતના અણધાર્યા હુમલા વખતે તાત્કાલીક છંટકાવ કરી આપવાની ક્ષમતા ધરાવે છે. [૨] ક્યારેક મોટા વિસ્તારના મોલાત ઉપર તાત્કાલિક છંટકાવ કાર્યમાં કેમ પહોંચી રહેવું તે પરિસ્થિતિ માથાના દુ;ખાવા સમાન હોય છે. ત્યારે આ કામ ઝપાટાબંધ રીતે ડ્રોન કરી આપી ચિંતામાંથી મુક્ત કરે છે. [૩] શેરડી, દિવેલા કે ઊંચા વૃક્ષોનાં ઘેરામાં મજૂર પ્રવેશ પણ ન કરી શકે તેવા વિસ્તાર ઉપર પણ આસાનીથી દવા છંટકાવ કરી આપે છે.[૩] ગમે તેવા માનવ સ્વાસ્થયને હાનીકારક દ્રાવણ જેનો છંટકાવ મનુષ્ય દ્વારા અશક્ય હોય તેવા દ્રાવણ પણ ડ્રોન છાંટી આપે છે. પ્રવાહીના છંટકાવ ઉપરાંત ઉભા પાકનું નિરીક્ષણ કરી, ચિંધ્યા પ્રમાણેના પ્લોટ કે મોલાતના ફોટા પાડી શકાતા હોવાથી ક્યા પ્લોટમાં કઈ બિમારી છે તેનો ખ્યાલ કરાવી દે છે. જેથી એ પ્રશ્નના નિવારણના ઉપાયો જલ્દી લઇ શકાય.
























