
તૈયાર કરેલ થાંભલાની ફરતે ૩ થી ૪ છોડનું વાવેતર કરવામાં આવે છે. જો બે હાર વચ્ચેનું અંતર ૧૨ ફૂટ તથા બે છોડ વચ્ચેનું અંતર ૮ ફૂટ (૩.૬૦ મીટર × ૨.૪૦ મીટર) રાખવામાં આવે તો ૧ વીઘામાં ૧૮૫ થાંભલામાં ૭૮૦ નંગ છોડનું વાવેતર કરી શકાય. ૧ એકરમાં ૪૬૩ થાંભલામાં ૧૮૫૨ છોડ, ૧ હેક્ટરે ૧૧૫૮ થાંભલામાં ૪૬૩૨ છોડ જોઈએ. સામાન્ય રીતે ૩.૫૦ મીટર × ૨.૫૦ મીટરના અંતરે વાવેતર વધુ અનુકૂળ આવે છે.










