
આપણે જાણીએ છીએ કે ડુંગળીના સંગ્રહ કરવો હોય તો મેડાવાળા ગોડાઉનમાં કરી શકાય છે. ડુંગળીમાં ઉગી જવાનો ગુણ હોવાથી તેને હવાદાર ગોડાઉનમાં રાખવી જરૂરી છે તે જાણતા મઘ્યપ્રદેશના યુવાન ખેડૂત રોહીત પટેલે ડુંગળી સંગ્રહ કરવાનો તદ્દન નવો જ રસ્તો શોધ્યો છે. ૬૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં પ૦ ટન ડુંગળીના સંગ્રહ કરવા માટે જમીનથી ૧૫ સે.મી. ઉચી વાયર ઝાળી ફીટ કરીને તેમાં ડુંગળીનો સંગ્રહ કર્યો છે વચ્ચે વચ્ચે તેણે ૬ જગ્યાએ એકઝોસ્ટ ફેન- પંખા મુકયા છે તેના લીધે છેલ્લા બે વર્ષથી સંગ્રહ કરીને સારા ભાવનો લાભ લઈ શકે છે. વધુ વિગત માટે તમે તમારા મોબાઈલમાં યુ-ટ્યુબ વિડીયો પણ જોઈ શકો છો.





















