
માયકોરાઇઝલ ફૂગ જમીન નીચેનું નેટવર્ક બનાવી છોડના મૂળ સાથે સહજીવન સંબંધ બનાવે છે, જે મૂળની શોષણ સપાટીને ઘણી વધારે વિસ્તૃત કરે છે. એક માયકોરાઇઝલ નેટવર્ક મૂળની પહોંચને 100 ગણી કે તેથી વધુ વધારી શકે છે. ઘણા પોષક તત્વો, ખાસ કરીને ફોસ્ફરસ, જમીનમાં ગતિહીન હોય છે; મૂળને ત્યાં પહોંચવું પડે છે. માયકોરાઇઝા આ સમસ્યા હલ કરે છે. બદલામાં, આ મિત્ર ફૂગ છોડ પાસેથી શર્કરા (sugar) મેળવે છે, અને છોડને પાણી તથા પોષક તત્વો મળે છે જે તે પોતે મેળવી શકતો ન હોત. પાણીની અછત સમયે આ સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
ખેડૂત મિત્રો જ્યારે આ ત્રણેય BTM વારાફરતી વાપરે છે, ત્યારે બેસિલસ પોષક તત્વોને ગતિશીલ બનાવે છે. ટ્રાઇકોડર્મા રોગ-મુક્ત વાતાવરણ બનાવે છે અને મૂળના વિકાસને પ્રોત્સાહન આપે છે. માયકોરાઇઝા તે ગતિશીલ બનેલા પોષક તત્વો અને પાણીના ભંડાર સુધી પહોંચવા માટે મૂળ તંત્રનો વિસ્તાર કરે છે. એટલેજ કૃષિ પડકારો, પાણીની અછત, રોગોનું દબાણ અને ઘટતી જતી જમીનની ફળદ્રુપતા સામે લાડવા પ્રગતિશીલ ખેડૂતો BTM ને અપનાવી રહ્યા છે























