એમોનિયમ સલ્ફેટ ((NH),SO) એક બહુમુખી ખાતર તરીકે અલગ તરી આવે છે, જે નાઈટ્રોજન અને સલ્ફર બંનેના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. તેની રાસાયણિક રચના છોડને આ પોષક તત્ત્વોની ઝડપી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપે છે. જ્યારે એમોનિયમ સલ્ફેટ જમીનમાં આપવામાં આવે છે ત્યારે એમોનિયમ સલ્ફેટમાંથી એમોનિયમ આયનો (NH,*) અને સલ્ફેટ આયનો (SO,²-)માં અલગ થઈ છોડના મૂળ દ્વારા સરળતાથી શોષાય છે. એમોનિયમ નાઈટ્રોજન ઘટક તાત્કાલિક નાઈટ્રોજન સ્ત્રોત પૂરો પાડે છે, જ્યારે સલ્ફેટ છોડની સલ્ફરની આવશ્યકતાઓને અસરકારક રીતે પૂર્ણ કરે છે. આ ખાતરમાં નાઈટ્રોજન (૨૦.૫%), એમોનિકલ સ્વરૂપે રહેલો છે. ઉપરાંત ૨૩% સલ્ફર હોય છે. આ ખાતરની સંગ્રહશક્તિ સારી છે. તથા હવામાંથી નહીવત ભેજ ચુસે છે. આ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવા છતાં નિતાર દ્વારા તેનો વ્યય થતો નથી. કારણકે એમોનિયમ આયન કલિક (કલે અથવા હ્યુમસ) ની સપાટી ઉપર અધિશોષિત થાય છે. પરંતુ તેના બદલામાં બીજો ઘન આયન છુટો પડે છે જે સામાન્ય રીતે કેલ્શિયમ હોય છે. આ રીતે એમોનિયમ સલ્ફેટના સતત વધારે વપરાશથી જમીનમાં કેલ્શિયમ તત્ત્વ ઓછું થાય છે તથા જમીનનો અમુક અંશે અમ્લીય બને છે. પરંતુ જો જમીનમાં ચુનાનું પ્રમાણ વધુ હોય તો આવો ભય રહેતો નથી. આ ખાતરો બેઝીક સ્લગ કે ચુના સાથે ભેળવવું જોઇએ નહીં કારણ કે, તેમ કરવાથી એમોનિયમ વાયુ છુટો પડી વાયુ સ્વરૂપે ઉડી જાય છે.

મકાઈ : મકાઈમાં રાસાયણિક ખાતર
હેક્ટરે ૧૬૦ કિલો નાઈટ્રોજન અને ૨૦ કિલો ફોસ્ફરસ આપવું. આ માટે પાયામા ૪૪ કિલો યુરિયા અને ૭૦ કિલો ડી.એ.પી. તથા ૪ પાન અને ૮ પાન


























