લસણના પાનની નીચેની સપાટી પર ફૂગની સફેદ છારીના ધાબા પડે છે. જે આખા પાન પર છવાઈ જાય અને રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો પાન પીળા પડી સૂકાઈ જાય છે.
આ રોગ દેખાય કે તરત જ દ્રાવ્ય ગંધક ૮૦ ટકા ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ઈસી ૫ મિ.લિ. અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈસી ૧૦ મિ.લિ. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.























