
૧. કઠોળ પાકો વાવૈ ને ફૂલો આવે ત્યારે તેને જમીનમાં ભેળવી ને ખાતર બનાવવાની પદ્ધતિ એટલે લીલો પડવાશ થી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. ભારે કાળી જમીન પોચી અને ભરભરી બને છે. જેથી તેની નિતાર શક્તિ વધે છે. જ્યારે રેતાળ અને ગોરાડુ જમીનનું બંધારણ સુધારે છે જેથી તેની ભેજ સંગ્રહશક્તિ વધે છે અને ધોવાણ ઘટે છે.
૨. જમીનમાં સેન્દ્રિય તત્ત્વોનો ઉમેરો થવાથી જમીનમાં રહેલ ઉપયોગી સૂક્ષ્મજીવાણુંઓ સક્રિય બને છે. જેથી જમીનની ફળદ્રુપતા અને તંદુરસ્તી વધે છે.
૩. પોષક તત્ત્વોનો ઉમેરો.
૪. કઠોળ પાક જેવા કે શણ, ઈડ, ચોળી, ગુવાર લેવાથી હવામાંનો નાઈટ્રોજન મૂળ દ્વારા જમીનમાં ઉમેરાય જેનો ઉપયોગ પાછળનો પાક કરી શકે છે.
૫. જમીનની નિતારશક્તિ સુધરે છે જેથી જમીન પરથી વહી જતા પાણીનો દર અને જમીનનું ધોવાણ ઘટાડે છે.

























