
ખેતી પાકોમાં નુકસાન કરતા રોગ-જીવાતોના નિયંત્રણ માટે મોટે ભાગે ખેડૂતો જંતુનાશકોનો ઉપયોગ કરતા હોય છે. આવા રાસાયણિક જંતુનાશકોના અતિરેકથી અને વગર વિચાર્યે ઉપયોગ કરવાથી ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે જેમ કે લાંબાગાળે જીવાત જે તે જંતુનાશક સામે પ્રતિકારકશક્તિ વિકસાવે છે. પરિણામે અમૂક સમય બાદ તે જંતુનાશક જીવાત નિયંત્રણ માટે બિન-કાર્યક્ષમ પુરવાર થાય છે. જીવાતોના કુદરતી દુશ્મનો કે જે ખેડૂતોના મિત્ર કીટકો (પરજીવી અને પરભક્ષી કીટકો) ગણાય છે તેની વસ્તીમાં ઘટાડો થાય છે. ખાદ્ય પદાર્થોમાં ઝેરી રસાયણોના અવશેષો રહેવા પામે છે અને પર્યાવરણના (હવા, પાણી અને જમીન) પ્રદૂષણમાં વધારો કરે છે. આ જંતુનાશકોનો જો સમજી વિચારીને જરૂર મુજબ ઉપયોગ કરવામાં આવે તો તેના સારા પરિણામો મળે છે.
જંતુનાશકોનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે બાબતોને ધ્યાને રાખતા ખેડૂતોમાં જંતુનાશકોના અસરકારક વપરાશ અંગે જાગૃકતા આવે એ ખૂબ જ અગત્યનું છે.
– ડૉ. એન. એમ. ગોહેલ ૪ ડૉ. એ. બી. બ્રહ્મભટ્ટ ડૉ. આર. કે. ઠુમર વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ – ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૨૪૩૫




















