Visitors
Visitors

દરિયાના શેવાળના ખાતરમાં કયા કયા પ્રકારનાં પોષક તત્વો જોવા મળે છે?

દરિયાઈ શેવાળમાંથી બનતા ખાતરમાં ઓક્ઝીન, સાયટોકાયનીન તથા જીબરેલીન જેવા વૃદ્ધિ વર્ધક તથા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશ્યમ તેમજ ૧૯ પ્રકારનાં સૂક્ષ્મ પોષક તત્વો જોવા મળે છે.
શેવાળનું ખાતર ક્યાં મળે છે?તેને કઇ રીતે છાંટવું અને ક્યારે છાંટવું?
બજારમાં વિવિધ પ્રકારનાં ઘણા બાયોફર્ટીલાઈઝર મળે છે. જેની બનાવટ અલગ અલગ હોય છે. જો શેવાળનું ખાતર બાયોફર્ટીલાઈઝર તરીકે વાપરવું હોય તો સરકારી સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ દ્વારા દરિયાઈ શેવાળનું ઉત્પાદન કરીને વેચાણ કરે છે. શેવાળનું ખાતર સામાન્ય રીતે વહેલી પરોઢે અથવા ઢળતી સાંજે છાંટવું હિતાવહ છે. જેથી તેમાં રહેલા અંત:સ્ત્રાવોનું દિવસની ગરમીમાં બાષ્પીભવન થાય નહી. સામાન્ય રીતે કોઈપણ પાકમાં ફુલ બેસવાની શરૂઆત થાય તે પહેલાના સાત દિવસથી શરુ કરી દર પંદર દિવસના અંતરે આ શેવાળનું ખાતર ૩.૫ થી ૪.૦ ટકાના પ્રમાણમાં છાંટી શકાય.
દરિયાઈ શેવાળની કૃષિ છેત્રે ઉપયોગીતા
દરિયાઈ શેવાળના ઉપયોગ તાજેતરની પરિસ્થિતિઓમાં કૃતિમ ખતરો અને જંતુનાશકના વધુ પડતા ઉપયોગને કારણે હાલમાં ખેતરોના કુદરતી પર્યાવણ અને સંરચના બગાડી રહી છે. દરિયાઈ શેવાળ ઉપયોગ રોગોનો રક્ષાત્મક તરીકે અને બાગાયતમાં વૃદ્ધિ ઉત્તેજક તરીકે, છોડના વિકાસ ને પ્રોત્સાહન આપવા અને પાક ઉત્પાદકતા વધારવા માટે કરી શકાય છે દરિયાઈ શેવાળ એ ખોરાક તેમજ કૃષિ રસાયણોનો સ્ત્રોત છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks