
એન્થ્રેકનોઝ એ લાલ મરચીનો ખુબ જ નુકશાન કરતો, મરચીની ક્વોલિટી સાથે ઉપજ ઘટાડતો ફૂગનો રોગ છે. આ રોગ કોલેટોટ્રાઇકમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ મરચીના પાન, ફળ અને ડાળીમાં જોવા મળે છે. આ રોગ પાણી અને હવાથી ફેલાય છે. આની શરૂઆત જમીનમાં પડેલા રોગકારકથી થાય છે. જો તાપમાન ૨૨ થી ૨૮ સે.ગ્રેડ છે, હવામાં વરસાદનો ૯૭ ટકા જેવો ભેજ છે તેવા સતત વરસાદી વાતાવરણમાં મરચીના ઉભા પાકમાં આ રોગ લાગે છે. ટૂંકમાં ગરમ અને ભેજવાળા વાતાવરણમાં આ રોગ વકરે છે. રોગના લક્ષણો મોડા એટલે કે પાકવા સમયે દેખાય છે મોટા ભાગે મરચું લાલ થાય ત્યારે દેખાય છે. એટલે કે આપણે નિયંત્રણ માટે ખૂબ મોડા પડીયે છીએ.
માવજત : એન્થ્રેકનોઝના રોગકારક સ્પોર જમીન પર પડ્યા છે તેને અનુકૂળ વાતાવરણ મળતા તે પાન કે ડાળી પર કે પછી મરચા પર લાગશે, રોગકારક છોડ પર લાગે પછી થોડા દિવસો પછી ડાઘ પડે છે, ડાઘ પડ્યો તે દેખાય ત્યાં સુધીમાં બહુ વાર થઇ જાય છે ફળ ઉપર ટપકા પડે છે તે જતે દહાડે ગોળાકાર રીંગનો ડાઘ પાડે છે. જો બગડેલા ફળોને વીણીને નાશ કરી દેવામાં આવે તો તેનો ફેલાવો ઓછો કરી શકાય છે. મ્લચીંગનો પ્રયોગ કરો, ડ્રિપ પદ્ધતિથી પિયત આપો, વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા રાખો.
જો સતત વરસાદી વાતાવરણ રહ્યું હોય અને જો ૧૨ થી ૧૪ કલાક છોડ વરસાદથી કે ઝાકળથી લીલા મરચા ભીના રહ્યા તો બીજે દિવસે સામાન્ય ફુગનાશક છાંટી દો. વરસાદ પૂરો થયો અને ફરી ૨-૫ દિવસ પછી સતત ૧૨-૧૪ કલાક મરચીના પાન ભીના રહ્યાં તો ફરી ફુગનાશક છાંટો ૧૦ કલાકથી ઓછા ભીના રહ્યા તો છાંટવાની જરૂર નથી. આવું ધ્યાન રાખો તો મરચીમાં આ રોગ લાગવાની શક્યતા ઘટી જશે. જેટલી વાર પાંદડા ૧૨ કલાકથી વધારે સતત ભીના રહ્યા તો છાંટો. મજૂરી ખર્ચ ભલે વધે પરંતુ સામાન્ય દવાથી તમે રોગ આવતો અટકાવી શકશો..
સંરક્ષણ: નેટીવો (ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબિન + ટેબુકોનાઝોલ) ૮ ગ્રામ/પંપ અથવા એમીસ્ટાર (એઝોસ્ટ્રોબીન) ૨૫ મિલી/પંપ અથવા કવચ (ક્લોરોથેલોનીલ) ૪૫ ગ્રામ/પંપ અથવા હાયબ્રિટ્ઝ (ડાઈફેનકોનાઝોલ + એઝોસ્ટ્રોબીન) ૨૦ મિલી પ્રતિ પંપ અથવા અર્ગોન (કેરોક્સિન મિથાઇલ) ૪૦ મિલી/પંપ અથવા રોકો (થાયોફેનેટ મિથાઇલ) ૫૦ ગ્રામ/પંપ બિનોમાઇલ અથવા ટસલ અથવા ટોપગન અથવા કોપર હાઇડ્રોક્સાઇડ, હેક્ઝાકોનાઝોલ નો પણ ઉપયોગ કરી શકાય. નિયત્રણ માટેની માહિતી માટે કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ અથવા ચિલિકી પાઠશાળા ગ્રુપ જોઈન કરો. 9825229966

















