☝

યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાંથી દાડમના કે મરચી,  ટામેટાના રોપા લાવીને વાવનાર ઘણા ખેડૂતોની જમીનમાં નિમેટોડ આવી ગયા .

કારણ તેની જમીનમાં નીમેટોડ એટલે કે સૂત્ર કૃમિ નામની મૂળમાં થતી નરી આંખે ન દેખાતી અને છોડમાં મૂળમાં રહી ખોરાક લઇ લેતી અને ગાંઠો કરતી અને છોડને વધવા ન દેતી જીવાતે ખેતી પૂરી કરી નાખી,

બોલો ખેડૂતને પૂછતા જાણવા મળ્યું કે આ કૃમી તેને રોપ સાથે આવી અને ખેતરની પથારી ફરી ગઈ !


આજે 🌿મરચી ઉગાડનાર ખેડૂતો પણ રોપ જે તે નર્સરી પાસેથી સસ્તાના લોભે લાવે છે પણ સીધા ચોપી દે છે.  
સાવચેતી રૂપે તમારે મૂળને જંતુનાશકના દ્રાવણ માં  બોળી બોળીને ફરજીયાત  વાવેતર કરવું પડશે . આજ થી નક્કી કરો કોઈ રોપ કે છોડને પોતાના ખેતર માં પ્રવેશ કરતા પહેલા માવજત કરી ને વાવેતર કરવું ફરજીયાત છે .


આપણે સમજવા માટે નીમેટોડ (રૂટનોટ નીમેટોડ) સૂત્રકૃમિ નું જીવનચક્ર સમજીએ.નીમેટોડનું જીવનચક્ર ૨ મહિનાનું હોય છે. ૨ મહીને તે ૨૦૦ થી ૪૦૦ બચ્ચા આપે એમ ગણીએ કે ધારો કે ૨ મહીને ૨૦૦ બચ્ચા આપે છે. આપણી મરચી કે ટામેટી કેટલા મહિનાનો પાક છે, આઠ મહિનાનો, તો પહેલા એક  નીમેટોડ ૨ મહીને ૨૦૦ થાય બીજા ૨ મહીને ૨૦૦x ૨૦૦ = ૪૦,૦૦૦ થાય, ત્રીજા ૨ મહીને ૪૦,૦૦૦ x ૨૦૦ = ૮૦,૦૦,૦૦૦ એશી લાખ થાય અને હજુ બીજા ૨ મહીના થાય એટલે કેટલા થાય ? તમારા કેલ્કયુલેટરમાં પણ આકડો ન આવે તેટલા. એટલે કે તમારી મરચી ફીનીશ થઇ જાય કેટલી ભયંકર આ કૃમિ છે અને આપણે ગમે  ત્યાંથી રોપ લાવીએ, રોપા લાવીએ અને સૂત્રકૃમી પણ લાવીએ, કોનો વાંક, આપણા બાપ દાદાની જમીન બગાડવાનું આપણને જ આવડે છે !!
આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા  કેમ નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો….
જો સૂત્રકૃમિ આવી તો આ જીવાતનું નિયંત્રણ ખુબ જ ખર્ચાળ અને અશક્ય છે વર્ષો સુધી વાવેતર બંધ કરો તો અટકે અથવા જમીનને ફ્યુમીગેશન દ્વારા સ્ટરીલાયઝ  કરવાની તૈયારી રાખજો  વધુ વિગતો વાંચવા માટે કૃષિવિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો 

—
—




——xxxx——
તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ડાંગરનો ગલત અંગારીયો

    જ્યાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 15 ગ્રામ અથવા પ્રોપિકોનાઝોલ

    વધુ વાંચો....

    શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....

    મગનો પીળો પંચરંગીયો

    આ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી 5 ગ્રામ અથવા

    વધુ વાંચો....

    મરચીમાં વાઇરસ

    મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

    વધુ વાંચો....

    બાજરીનો ગેરૂ

    રોગની શરૂઆત થાય કે તુરંત જ મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.૨ ટકા પૈકી કોઇપણ એક ફૂગનાશક 35 ગ્રામ 15 લીટ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને ત્યાર બાદ ૧૫ દિવસે જરૂરિયાત મુજબ બીજાે છંટકાવ

    વધુ વાંચો....

    આંતરપાક પદ્ધતિના લાભ

    આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે

    વધુ વાંચો....

    મગફળીમાં ઘૈણ

    ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks