સંશોધક: ભાર્ગવભાઈ વ્રજલાલ ડોબરિયા મુ. મેંદરડા, અક્ષયવાટિકા, તા. મેંદરડા, જિ. જૂનાગઢ મો. ૯૦૩૩૪૪૦૦૮, ૯૦૩૩૭૭૮૮૮૦
પાકમાં દવાનો છંટકાવ કરવાનું કામ ઘણું મુશ્કેલીભર્યું છે. વજન ઊંચકીને બંને હાથે કામ કરવું પડે છે. ઇલેક્ટિ્રક પંપમાં બેટરીચાર્જ કરવાના અને મેન્ટેનન્સના પણ ઘણા પ્રñો થાય છે. આ બધી સમસ્યાના ઉકેલ માટે ભાર્ગવભાઈએ ૧૧ મહિના પહેલાં સોલરથી ચાલતો સ્પેયર પંપ બનાવ્યો છે.
સોલરથી ચાલતા સ્પેયર પંપની વિશેષતાઓ
વજન ઊંચકવું પડતું નથી.
સોલર પ્લેટથી બેટરી ચાર્જ થઈ જાય છે તેથી ચાર્જિંગનો પ્રñ રહેતો નથી. આ સોલર પ્લેટ પચીસથી ત્રીસ વર્ષ સુધી ચાલે છે.
પાક પ્રમાણે બેથી આઠ નોઝલ લગાવી છંટકાવ કરી શકાય છે તેમજ પાકની ઊંચાઇ પ્રમાણે ગોઠવી શકાય છે.
આ સોલર પંપમાં લાઇટની વ્યવસ્થા હોવાથી રાત્રે પણ સાતથી આઠ કલાક સુધી દવા છાંટી શકાય છે.
જયારે પ્રેયર પંપની જરૂર ના હોય ત્યારે ઘરમાં લાઇટ ચાર્જ કરવા માટે પણ સોલર પ્લેટનો ઉપયોગ કરી શકાય છે.
ત્રીસ લિટર પાણીની ક્ષમતાની ટાંકી હોય છે, અને રેગ્યુલેટરની મદદથી ફુવારાનું પ્રેશર વધઘટ કરી શકાય તેમજ પંપને આગળપાછળ બંને બાજુ ચલાવી શકાય છે. વજનમાં હલકો હોવાથી સરળતાથી હેરફેર કરી શકાય છે.
આ સોલર પંપમાં ૧૨ x ૨૦ની સોલર પ્લેટ અને બાર ર્વાટની બેટરી હોય છે. તેમાંથી ત્રીસ પંપ દવા છાંટી શકાય છે.
હાલમાં આ સોલાર સ્પેયરની કિંમત ૧૧૦૦૦થી ૧૭૦૦૦ રૂપિયા છે. બેટરીની ક્વોલિટી પ્રમાણે કિંમત વધઘટ થાય છે. અત્યાર સુધીમાં ૧૫૦ પંપનું વેચાણ કર્યુ છે, ૧૪ કર્ણાટકમાં આપ્યાં છે
ભાર્ગવભાઈએ પોતે ખેતીમાં પડતી તકલીફો જોઈને જાતે જ બે-ત્રણ વર્ષ સુધારાવધારા કરીને આ સોલાર સ્પેયર પંપ બનાવ્યો છે. (સહુ વાચકોને અપીલ છે કે, સૃષ્ટિ લોકસરવાણી ઇચ્છે છે કે, આ સોલર પંપમાં માત્ર હર્બલ અને ગાૈમૂત્ર આધારિત દ્રાવણનો છંટકાવ કરવામાં આવે. -તંત્રી)

સંકલન: મહેશભાઈ પરમાર

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    અસ્પી સ્પ્રેયર અને ડસ્ટર

    અસ્પીના સ્થાપક શ્રી લલ્લુભાઈ એમ. પટેલ કહેતા કે ભારતના ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા, હરિયાળી ક્રાંતિ લાવવા માટે અસ્પી હમેશા પાક સરક્ષણ સાધનોની ગુણવતા દ્વારા મદદ કરતી આવી છે.

    વધુ વાંચો....

    અસ્પી સ્પ્રેયર અને ડસ્ટર

    અસ્પીના સ્થાપક શ્રી લલ્લુભાઈ એમ. પટેલ કહેતા કે ભારતના ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા, હરિયાળી ક્રાંતિ લાવવા માટે અસ્પી હમેશા પાક સરક્ષણ સાધનોની ગુણવતા દ્વારા મદદ કરતી આવી છે.

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks