વેવાઇને ઘેર પહોંચ્યો એટલે વેવાઈએ સ્વાગત કર્યું. ચા-પાણી પાયાં અને પૂછ્યું કે “કેમ આવવાનું થયું?” પેલો સેવક કહે, “આપના વેવાઈએ અગત્યનો સંદેશો અપને પહોંચાડવાની તાકીદ કરી છે, એટલે ક્યાંય ખોટી થયા વિના ઝડપથી આવી ગયો છું.” વેવાઈ કહે, ‘બહુ સારું, બોલ, શો સંદેશો મોકલ્યો છે ?”